તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
જીએસટીમાં પહેલી નોટિસ મળ્યા બાદ રકમ ભરે તો દંડ ૧૫ ટકા અને ત્યારબાદ ૨૫ ટકા
વેપારી પાસે વસૂલાતની કામગીરી કરતાં પહેલાં બે નોટિસ આપવાનો નિયમ

મુંબઈ,તા.૧૮: વર્ષ ૨૦૧૮-૧૯ના કેસમાં જીએસટી વિભાગે ૩૦ જૂન સુધીમાં ડીઆરસી-૦૧ એટલે કે નાણાં ભરવાની છેલ્લી નોટિસ આપી દેવાની હોય છે. તે પહેલા ડીઆરસી-૦૧એની નોટિસ આપવામાં આવે છે. ત્યારબાદ જ ડીઆરસી-૦૧ની નોટિસ આપવામાં આવતી હોય છે. તે દરમિયાન વેપારી દ્વારા નાણાં ભરપાઈ કરી દેવામાં આવે તો તેની પાસેથી નિયમ પ્રમાણે ૧૫ ટકા જ દંડ વસૂલ કરવામાં આવતો હોય છે.
જયારે ડીઆરસી-૦૧ની એટલે કે અંતિમ નોટિસ આપી દેવામાં આવે તો ત્યારબાદ દંડ પેટે ૨૫ ટકા રકમની વસૂલાત કરવામાં આવતી હોય છે.
જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગમાં ખોટી રીતે આઇટીસી લીધી હોય, આરસીએમ ભરવાનો બાકી હોય તે સહિતના મુદ્દે વેપારીઓને નોટિસ આપવાની કામગીરી કરવામાં આવીરહી છે, કારણ કે વર્ષ ૨૦૧૮-૧૯ના કેસમાં નોટિસ આપવાની છેલ્લી તારીખ ૩૦ જૂન છે. ત્યારબાદ વેપારીઓને નોટિસ આપી શકાય તેમ નહીં હોવાના કારણે જીએસટીના અધિકારીઓ નોટિસ આપવાની કામગીરી પુરજોશમાં કરી રહ્યા છે. આ માટે વેપારીને બે વખત નોટિસ આપવામાં આવતી હોય છે.
પહેલી વખત જે નોટિસ આપવામાં આવે તેને ડીઆરસી-૦૧એ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ત્યારબાદ બીજી નોટિસ એટલે કે ડીઆરસી-૦૧ની નોટિસ આપવામાં આવતી હોય છે. તેમાંનિયમ એવો છે કે વેપારીને છેલ્લી નોટીસ આપતા પહેલા નાંણા ભરવા માટે પૂરતો સમય આપવાનો હોય છે. આ કારણોસર મોટાભાગના વેપારીઓને ડીઆરસી-૦૧એની નોટિસ આપી દેવામાં આવી છે. જ્યારે ૩૦ જૂન પહેલા છેલ્લી નોટિસ આપી દેવામાં આવશે. જોકે વેપારીને પહેલી નોટિસ મળ્યા બાદ નાણાં ભરપાઈ કરે તો દંડ પેટે ફક્ત ૧૫ ટકા જ રકમ ચૂકવવાની હોય છે. ત્યારબાદ બીજી નોટિસ મળે ત્યારે રકમ ભરપાઈ કરે તેવા કિસ્સામાં ૨૫ ટકા દંડ વસૂલ કરવામાં આવતો હોય છે.
દંડ ભર્યાની જાણ અધિકારીને કરવાની રહેશે
વેપારીએ દંડ ભરપાઇ કર્યા બાદ તેની જાણ અધિકારીને કરવાની રહેશે. તો અધિકારી આગળની કાર્યવાહી કરશે નહીં અને તમારો કેસ પૂર્ણ કરી દેશે. જો અધિકારીને જાણ કરવામાં આવી નહીં હોય તેવા સંજોગોમાં ૨૫ ટકા દંડ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે. (સીએ)
(10:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
