<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

જુનાગઢ મનપાના કમિશનર ઓમ પ્રકાશની રાજકોટના કલેક્‍ટર તરીકે બદલી

જૂનાગઢના નવા કમિશનર તરીકે તેજસ પરમાર મુકાયા

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ, તા., ૧૮ :  જુનાગઢ મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં નવા કમિશનર મુકાયા છે. મધ્‍ય ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડી તરીકે ફરજ બજાવતા તેજસ પરમારને નવા મ્‍યુનિસિપલ કમિશનર તરીકે જુનાગઢ ખાતે મુકવામાં આવ્‍યા છે. જ્‍યારે જુનાગઢ મ્‍યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા ડો. ઓમ ઙ્કકાશને રાજકોટ કલેકટર તરીકે બદલી મળી છે. રાજ્‍ય સરકારે ૧૩ આઈએએસ કક્ષાના અધિકારીઓની બદલી કરી હતી જેમાં જુનાગઢ કમિશનરની પણ બદલી થઈ છે.

(2:17 PM IST)