તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
મુંબઈમાં ભારે વરસાદ તથા હાઈ ટાઈડનું એલર્ટ
ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો - દિવાલો ઘસી

મુંબઈ, તા.૧૮: મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં વાદળછાયું વાતાવરણ છે અને વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દરિયામાં ઉંચા મોજાની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, મુંબઈમાં મંગળવારે પણ સમયાંતરે વરસાદ પડ્યો. પાલઘર, થાણે અને અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે.
મહારાષ્ટ્રના થાણે શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. ભારે પવન ફૂંકાયો છે. આ દરમિયાન અધિકારીઓને વળક્ષો અને દીવાલો પડવાની અનેક ફરિયાદો મળી હતી. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે કોઈને ઈજા થઈ નથી.
સોમવારે સાંજે ભારે વરસાદને કારણે નવી મુંબઈના વાશીમાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી થતાં સાત વાહનોને નુકસાન થયું હતું. તડવીએ જણાવ્યું હતું કે આ અસરને કારણે બાજુનો રસ્તો તૂટી પડ્યો હતો, જેના કારણે એક ટેમ્પો અને કેટલાક ટુ-વ્હીલર સહિત છ અન્ય વાહનો દટાઈ ગયા હતા.
ટીએમસી અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને વરસાદ સંબંધિત ઘટનાઓની કુલ ૩૬ ફરિયાદો મળી હતી,
જેમાં ૧૪ ફરિયાદો વળક્ષો પડવાની અને આઠ ફરિયાદો વળક્ષોની મોટી ડાળીઓ પડવાની ફરિયાદોનો સમાવેશ થાય છે
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
