News of Wednesday, 18th June 2025
વિમાન તુટી પડ્યાના સાત દિવસ બાદ અતુલ્ય હોસ્ટેલના ડિને મેધાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
અતુલ્ય હોસ્ટેલ ઉપર વિમાન તુટી પડવાથી, કુલ 2 કરોડ 69 લાખનું નુકસાન થયું હોવાની ફરિયાદ દાખલ

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ગુજરાત સરકારની મેડિકલ સ્ટુડન્ટ માટેની અતુલ્ય હોસ્ટેલ પર તુટી પડ્યુ હતું. અતુલ્ય હોસ્ટેલ ઉપર વિમાન તુટી પડવાથી, કુલ 2 કરોડ 69 લાખનું નુકસાન થયું હોવાની ફરિયાદ, હોસ્ટેલના ડીન ડૉ. મીનાક્ષી પરીખે મેધાણી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઘટનાના સાત દિવસ બાદ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, હોસ્ટેલ, રહેણાક ઘરની વસ્તુઓ અને વાહનોને નુકશાન થયું છે. જેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
