તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
રાજાની હત્યા બાદ સોનમની એક ભૂલના કારણે મેઘાલય પોલીસને મોટી સફળતા હાથ લાગી
સોનમ પાસે ચાર મોબાઈલ ફોન હતા. પતિ રાજ રઘુવંશીને મોતને ઘાટ ઉતાર્યા બાદ સોનમે પોતાનો ફોન તોડીને ફેંકી દીધો હતો

ઈન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડમાં મેઘાલય પોલીસ દરરોજ એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહી છે. મેઘાલય પોલીસ અને SIT મુખ્ય આરોપી સોનમ રઘુવંશીની સતત પૂછપરછ કરી રહી છે. ગઈકાલે જ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ક્રાઈમ સીનની રિક્રીએટ કરવામાં આવ્યું હતુ. એવામાં આજે સોનમ રઘવંશીની એક ભૂલના કારણે મેઘાલય પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.
સોનમ રઘુવંશીએ ત્રણેય કોન્ટ્રાક્ટ કિલર સાથે મળીને પોતાના પતિની ઠંડા કલેજે હત્યા કરી નાંખી હતી. જે બાદ સોનમે પોતાના વોટ્સએપ મેસેજ ચેક કરવા માટે ફોનનું ઈન્ટરનેટ ઑન કર્યું હતુ.
મેઘાલય પોલીસના જણાવ્યા પ્રમાણે, સોનમ પાસે ચાર મોબાઈલ ફોન હતા. પતિ રાજ રઘુવંશીને મોતને ઘાટ ઉતાર્યા બાદ સોનમે પોતાનો ફોન તોડીને ફેંકી દીધો હતો. સોનમ જ્યારે ઈન્દોર આવી, ત્યારે તેણે પોતાના ફોનમાં વ્હોટ્સએપ એક્ટિવ કર્યું. જેના કારણે સોનમનું લોકેશન પોલીસને મળી ગયું. પોલીસની ટીમ હજુ સોનમના બીજા ત્રણ મોબાઈલ ફોન શોધી રહી છે.
રાજાની હત્યા બાદ ઈન્દોર પહોંચ્યા બાદ સોનમે પોતાનું સિમ કાર્ડ એક્ટિવ કર્યું અને પોતાના જૂના નંબરથી વોટ્સએપ પર મેસેજ ચેક કરવા માટે ફોનના નેટને ઑન કર્યું. તે સાથે જ પોલીસ રાજા રઘુવંશી હત્યાકાંડની એક-એક કડીને જોડતી ગઈ છે.
પોલીસની કસ્ટડીમાં હોવા છતાં બીજા મોબાઈલ ફોન વિશે સોનમ મોંઢું નથી ખોલી રહી. હાલ પોલીસ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં સોનમના અન્ય ત્રણ ફોનની તલાસ કરી રહી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
