<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

અભિનેત્રી મન્નારા ચોપરા પિતાના નિધનથી શોકગ્રસ્ત: અંતિમસંસ્કાર વખતે ભાંગી પડી

મન્નારા ચોપરા તેના પિતા રમણ રાય હાંડાને અંતિમ વિદાય આપતી વખતે ખૂબ જ ભાવુક થઈ રડવાથી અભિનેત્રી ખૂબ જ અસ્વસ્થ થઈ

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી મન્નારા ચોપરાના પિતા રમણ રાય હાંડાનું 16મી જૂનના અવસાન થયું હતું અને આજે તેના પિતાના અંતિમસંસ્કાર મુંબઈના ઓશિવરા હિન્દુ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા. અંતિમસંસ્કાર વખતે સ્માશાનભૂમિમાં વ્યથિત જોવા મળી હતી, જ્યારે બહેને તેને સંભાળી હતી.

 

અભિનેત્રી તેના પિતાના અંતિમસંસ્કાર દરમિયાન ખૂબ જ રડતી જોવા મળી હતી. મન્નારા ચોપરા તેની બહેન મિતાલી ચોપરા અને પિતરાઈ ભાઈ સિદ્ધાર્થ ચોપરા સાથે તેના પિતાના પાર્થિવ શરીરને લઈને સ્મશાનગૃહ પહોંચી હતી. અભિનેત્રીએ તેના પિતાની અર્થી ઉપાડી હતી. આ દરમિયાન તેના ચહેરા પર લાચારી અને આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા.

 

મન્નારા ચોપરા તેના પિતા રમણ રાય હાંડાને અંતિમ વિદાય આપતી વખતે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. રડવાથી અભિનેત્રી ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ હતી અને તે બેહોશ થવા લાગી હતી. તેની આસપાસ ઉભેલા લોકોએ તેને સંભાળી લીધી હતી.

 

આ પછી, મન્નારા તેની બહેન મિતાલી હાંડાને ગળે લગાવીને રડતી જોવા મળી હતી. રડવાને કારણે મિતાલીની હાલત પણ ખરાબ હતી તેમ છતાં તે મન્નારાને ગળે લગાવીને તેને સાંત્વના આપતી જોવા મળી હતી.

 

રમણ રાય હાંડાના અંતિમસંસ્કારમાં પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા પણ હાજર હતા. આ ઉપરાંત પરિણીતી ચોપરાના પિતા પણ અંતિમસંસ્કારમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે રમણ હાંડા પ્રિયંકા અને પરિણીતીના ફુઆ હતા.

મન્નારા ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાના પિતાના અવસાનની માહિતી આપતા પોસ્ટ કરી હતી. આમાં અભિનેત્રીએ લખ્યું હતું કે- ‘ખૂબ જ દુઃખ અને પીડા સાથે અમે અમારા પ્રિય પિતાના દુ:ખદ અવસાન વિશે જણાવીએ છીએ, જેઓ 16મી જૂનના અમને છોડીને સ્વર્ગમાં સિધાવ્યા છે. તેઓ અમારા પરિવારની તાકાત હતા

 

(11:04 PM IST)