હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘વન નેશન, વન ટાઈમ' માટે ટૂંકમાં નિયમો જાહેર થશેઃ મંત્રી પ્રહલાદ જોશી
દેશમાં ભારતીય માનક સમય- ISTનો ઉપયોગ ફરજિયાત બનાવાશે

નવી દિલ્હી તા.૧૯: ભારતીય માનક સમય જેને ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ (આઈએસટી) તરીકે ઓળખવામાં આવે છે તેનો આગામી સમયમાં ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવશે. આમ હવે એક દેશ એક સમયની દિશામાં કેન્દ્ર મહત્વની જાહેરાત કરશે. જેના પરિણામે તમામ કાયદાકીય, વ્યવસાયિક, ડિજિટલ અને વહીવટી કામગીરીમાં ભારતીય માનક સમય દર્શાવવો ફરજિયાત બનશે તેમ કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ બુધવારે જણાવ્યું હતું. આ પહેલથી ડિજિટલ વ્યવહારો વધુ સુરક્ષિત બનશે. આ સાથે જ ચીતવસ્તુઓની ખરીદીમાં બિલિંગ સચોટતા, સાયબરક્રાઈમ જોખમમાં ઘટાડો અને વાહનવ્યવહાર તથા કમ્યૂનિકેશન સમન્વયમાં મદદરૂપ થશે. પ્રવર્તમાન સમયે સંખ્યાબંધ સિસ્ટમો વિદેશના સમય પર નિર્ભર છે. કેન્દ્ર સરકાર હવે ભારતીય માનક સમયનો ઉપયોગ ફરજિયાત બનાવવા ટૂંકમાં લીગલ મેટ્રોલોજી (ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ) નિયમો, ૨૦૨૫ જાહેર કરશે. હિસ્સેદારોના પ્રતિભાવ મેળવવા અગાઉ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ડ્રાફ્ટ નિયમો જાહેર કરાયા હતા. નિયમો જાહેર કરવાની ચોક્કસ તારીખની હવે પછી જાણ કરાશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સમય પ્રસારણ મુદ્દે યોજાયેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં, સીએસઆઈઆર-એનપીએલ અને ઈસરોના સહયોગથી સમય પ્રસારણ પ્રોજેક્ટ અમલીકરણના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકયો હતો. કેટલીક બાબતોમાં છૂટને બાદ કરતા ભારતીય માનક સમયનો ઉપયોગ ફરજિયાત બનશે અને તમામ મહત્વની બાબતોમાં સમન્વય સરળ થઈ શકશે. અત્યારની ડેટા આધારિત દુનિયામાં સમન્વય ના હોય તેવી ઘડિયાળને લીધે ડિજિટલ ગૂંચવણ, તપાસમાં અડચણો તથા નેટવર્કની બિનકાર્યક્ષમતાનો પડકાર સર્જાય છે. વિદેશ સમયના સ્રોત જેમ કે જીપીએસ પર નિર્ભર રહેવાથી સાયબર હુમલા, અસંગતતા તથા શોધી ના શકાય તેવા સમયપત્રકનું જોખમ વધી જાય છે. આ પહેલ અંતર્ગત પાંચ પ્રાદેશિક લેબ (આરઆરએસએલ) સ્થાપવામાં આવશે. અમદાવાદ, બેંગ્લુરુ, ભુવનેશ્વર, ફરીદાબાદ અને ગુવાહાટીમાં લેબમાં પરમાણુ ઘડિયાળો લગાવવામાં આવશે જેમાં માઈક્રોસેકન્ડ સુધી સચોટ સમય જાણી શકાશે.(૩૮.૧૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
