<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વૃદ્ધ દંપતીનો સાચો પ્રેમ જોઈને જ્‍વેલર ભાવુક થયોઃ મંગળસૂત્ર ભેટમાં આપ્‍યું

સોશિયલ મીડિયામાં હૃદયસ્‍પર્શી વીડિયો વાયરલ થયો : ૯૩ વર્ષીય વૃદ્ધ પોતાની પત્‍નીને મંગળસૂત્ર અપાવવા ઝવેરાતની દુકાનમાં ગયા હતા

 

 

જલના તા.૧૯: પ્રેમ ઉંમર નથી જોતો... તાજેતરના એક વીડિયોએ ફરી એકવાર આખી દુનિયાને આ વાતની ખાતરી કરાવી દીધી છે. મહારાષ્‍ટ્રના સંભાજીનગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં વળદ્ધ દંપતીનો સાચો પ્રેમ જોઈને લોકોની આંખો ભીની થઈ રહી છે અને તેઓ આને સાચા પ્રેમનું ઉદાહરણ ગણાવી રહ્યા છે. આ વીડિયોમાં એક ૯૩ વર્ષીય વળદ્ધ તેમની પત્‍ની માટે મંગળસૂત્ર લેવા માટે એક જ્‍વેલરી શોપ પર પહોંચે છે. બંનેએ સાથે મળીને એક સુંદર ગળાનો હાર અને મંગળસૂત્ર પસંદ કરે છે. વળદ્ધના ચહેરા પરનું સ્‍મિત અને તેમની આંખોમાં ચમક જોઈને સ્‍પષ્ટ થાય છે કે તેમના હૃદયમાં હજુ પણ તેમની પત્‍ની માટે એટલો જ પ્રેમ અને તોહ છે.

વળદ્ધ દંપતી નિવળત્તિ શિંદે અને તેમની પત્‍ની શાંતાબાઈ જાલના જિલ્લાના અંભોરા જહાગીર ગામમાં એક નમ્ર ખેડૂત પરિવારના છે અને હાલમાં અષાઢી એકાદશીની ઉજવણી માટે પગપાળા પંઢરપુરની યાત્રાએ છે. તેઓ તાજેતરમાં છત્રપતિ સંભાજીનગર સ્‍થિત ઝવેરાતની દુકાનની મુલાકાતે ગયા હતા. જેમ જેમ તેઓ સ્‍ટોરમાં પ્રવેશ્‍યા, સ્‍ટાફે શરૂઆતમાં ધાર્યું કે તેઓ મદદ અથવા ભિક્ષા માંગવા માટે આવ્‍યા છે. પરંતુ જ્‍યારે તે વ્‍યક્‍તિએ નમ્રતાપૂર્વક તેમની પત્‍ની માટે પરંપરાગત ‘મંગલસૂત્ર' ખરીદવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરી હતી.

દુકાન માલિકે તેમને પૂછયું કે, તમારી પાસે કેટલા પૈસા છે, ત્‍યારે ભાવથી અજાણ શાંતાબાઈએ રૂ. ૧૧૨૦ કાઢયા પરંતુ પતિને લાગ્‍યું કે આ રકમ ઓછી પડી શકે છે, તેથી તેમણે તેમની બેગમાંથી સિક્કાની પોટલી કાઢી હતી. તેઓ તેમની બચતના પૈસાથી પત્‍ની માટે આ ભેટ ખરીદવા તૈયાર હતા. દુકાનના માલિકે દંપતીના સાચા પ્રેમ અને ગહન હાવભાવથી પ્રભાવિત થઈને તેમને ગળાનો મંગળસૂત્ર ભેટમાં આપ્‍યું હતું અને તેમની પાસેથી ફક્‍ત રૂ. ૨૦ લીધા હતા અને કહ્યું હતું કે, ‘મને ફક્‍ત તમારા આશીર્વાદ જોઈએ છે'. આ સાંભળીને વળદ્ધ દંપતીની આંખોમાં આંસુ આવ્‍યા હતા. નજીકમાં ઉભેલા લોકો પણ આ દૃશ્‍ય જોઈને ભાવુક થયા હતા. સ્‍થાનિકોના મતે આ દંપતી હંમેશા સાથે મુસાફરી કરે છે. તેઓ જીવનના અંતિમ વર્ષોમાં એકબીજાને ટેકો આપી રહ્યા છે. તેમને એક પુત્ર છે પરંતુ તેઓ મોટાભાગે પોતાનું ધ્‍યાન રાખે છે અને ઘણીવાર તેમની મુસાફરી દરમિયાન જાહેર સદભાવના પર આધાર રાખે છે.(૩૮.૮)

(9:58 AM IST)