હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
‘‘માં'' એ એક વર્ષની દીકરીને દોઢ લાખમાં વેચી દીધી
માતાનો ખોળો સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ કેરળમાં એક માતાએ તેની માસૂમ બાળકીને માત્ર ૧.૫ લાખ રૂપિયામાં વેચી દેવાનો કિસ્સો સામે આવ્યો

મલપ્પુરમ તા.૧૯: કેરળમાં એક બાળકી વેચવાના રેકેટનો પર્દાફાશ થયો છે. મલપ્પુરમમાં એક વર્ષની બાળકીને તેની માતા અને સાવકા પિતાએ ૧.૫ લાખ રૂપિયામાં વેચી દીધી હોવાનો આરોપ છે. માહિતી મળતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. બાળકીને બચાવી લેવામાં આવી હતી.
પોલીસે કિશોર ન્યાય અધિનિયમની કલમ ૭૫ અને ૮૧ હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં બાળકીને ત્યજી દેવા, માતાપિતા દ્વારા દુર્વ્યવહાર અને બાળક વેચવા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. ETV ભારત સાથે વાત કરતા તિરુરના DSP પ્રેમાનંદને કહ્યું, ‘‘આરોપીઓ સામે માનવ તસ્કરીનો કેસ પણ નોંધવામાં આવ્યો છે.''
પાડોશીઓની સતર્કતાએ કાવતરું ખોલી નાખ્યું
તિરુર બસ સ્ટેન્ડ નજીક ભાડાના મકાનમાં રહેતી મહિલા અને તેના બીજા પતિએ બાળકીને વેચવાનું કાવતરું ઘડ્યું હતુ. પડોશીઓએ આ વ્યવહાર વિશે પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસે પતિ-પત્ની બંનેને કસ્ટડીમાં લીધા. પૂછપરછ બાદ બાળક કોઝિકોડમાંથી સફળતાપૂર્વક મળી આવ્યું.
બચાવેલ બાળકીને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેને મલપ્પુરમના બાળ સંરક્ષણ કેન્દ્રમાં મોકલવામાં આવી હતી. બાળકીનું ડીએનએ પરીક્ષણ પણ કરવામાં આવશે.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીઃ
પોલીસે બાળક ખરીદ-વેચાણ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. આમાં બાળકીની માતા, તેના સાવકા પિતા, બાળકી ખરીદનાર મહિલા અને બે વચેટિયાઓનો સમાવેશ થાય છે.
આરોપીઓને તિરુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. માતાપિતાને સાત દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. પોલીસ તેમની વધુ પૂછપરછ કરી રહી છે. તે એ પણ તપાસ કરી રહી છે કે શું બાળકોની તસ્કરીની કોઈ મોટી ગેંગ સક્રિય છે કે નહીં.
દોઢ લાખ રૂપિયામાં થઈ લેવડ-દેવડઃ
બાળકીના માતાપિતાએ શરૂઆતમાં ૩ લાખ રૂપિયા માંગ્યા હતા. પરંતુ અંતે ૧.૫ લાખ રૂપિયામાં નક્કી ડિલ નક્કી થઈ હતી. પોલીસના હસ્તક્ષેપના એક દિવસ પહેલા બાળકી ખરીદનારને સોંપી દેવામાં આવી હતી. બાળકી ખરીદનાર મહિલાને પોતાનું બાળક નથી.(૩૮.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
