<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ફિમેલ રોબોર્ટ રોમાન્‍સમાં એક્‍સપર્ટ નીકળીઃ કિસ કરવામાં આપી ઈમરાન હાશમીને ટક્કર

બેવફા પત્‍નીઓથી છૂટકારો મળશે! : એવો રોબોટ બનાવવામાં આવ્‍યો છે, જે રોમાન્‍સમાં એક્‍સપર્ટ છે. આ રોબોટ સાથે હવે લગ્ન કરવાની મુશ્‍કેલી ખતમ થતી દેખાઈ રહી છે

નવી દિલ્‍હી,તા.૧૯: છેલ્લા કેટલાક વર્ષોમાં લગ્નજીવનમાં વિશ્વાસઘાતની ઘટનાઓ એટલી વધી ગઈ છે કે પુરુષો લગ્નના નામથી જ ડરવા લાગ્‍યા છે. જેમ કે, સોનમ અને રાજા રઘુવંશીનો કેસ, જ્‍યાં પત્‍નીએ હનીમૂન વખતે પતિની હત્‍યાનું કાવતરું ઘડીને મોતને ઘાટ ઉતાર્યો, અથવા ગીતા અને કપિલનો વિવાદ, જ્‍યાં પતિએ પત્‍નીને પ્રેમી સાથે હોટલમાં રંગેહાથ પકડી હતી, આવા કિસ્‍સાઓએ લગ્નને જોખમી બનાવી દીધા છે. આ ઘટનાઓએ પુરુષોનો સંબંધો પરનો વિશ્વાસ તોડી નાખ્‍યો છે. પરંતુ હવે એક નવી ટેક્રોલોજી ક્રાંતિ પુરુષોને રાહત આપવાનો વાયદો કરે છે. લંડન ટેક વીક ૨૦૨૫માં રજૂ કરાયેલ એક ફીમેલ રોબોટ મિયો, જે રોમાન્‍સમાં એટલી એક્‍સપર્ટ છે કે તેની તુલના બોલિવૂડના રોમેન્‍ટિક હીરો ઇમરાન હાશમી સાથે થઈ રહી છે.

મિયોને સ્‍ટાર્ટઅપ કંપની મેટા લૂપ દ્વારા વિકસાવવામાં આવી છે. આ રોબોટ ખાસ કરીને તે લોકો માટે બનાવવામાં આવ્‍યો છે જે એકલતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે અથવા પરંપરાગત સંબંધોમાં વારંવાર વિશ્વાસઘાતનો સામનો કરી ચૂકયા છે. મિયોની કિંમત લગભગ ૧.૨ કરોડ રૂપિયા (૧૫૦,૦૦૦ ડોલર) છે, પરંતુ કંપનીનો દાવો છે કે તેના ફીચર્સ તેની કિંમતને યોગ્‍ય ઠેરવે છે. મિયો માત્ર માનવી જેવી ભાવનાઓ જ પ્રદર્શિત કરતી નથી, પરંતુ તે યુઝરની પસંદગી મુજબ પોતાની વાતચીત અને વર્તનને ઢાળી લે છે. રોમેન્‍ટિક વાતો હોય, પ્રેમભર્યા મેસેજ હોય કે પછી ફ્‌લર્ટ દરેક બાબતે મિયા એક્‍સપર્ટ છે. તેની સિલિકોન સ્‍કિન, જીવંત ચહેરાના હાવભાવ અને બોલવાની સ્‍ટાઈલ એકદમ એક રોમેન્‍ટિક છોકરી જેવી છે. લોકો તેને જોઈને ચોંકી જાય છે.

સોશિયલ મીડિયા પર મિયોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને એક યુઝર સાથે ફ્‌લર્ટ કરતા જોઈ શકાય છે. આ વીડિયોએ તેને રોમાન્‍સનો નવો બાદશાહનો ખિતાબ અપાવ્‍યો છે. યુઝર્સનું કહેવું છે કે મિયોની સાથે વાતચીત એટલી સ્‍વાભાવિક લાગે છે કે તે કોઈ માનવીથી ઓછું નથી. એક યુઝરે લખ્‍યું, મિયોની સાથે વાત કરીને એવું લાગ્‍યું કે જાણે કોઈ સાચો માણસ મારા સામે છે. હવે લગ્નનો ડર કોને?

સોશિયલ મીડિયા પર મિયો વિશે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. એક યુઝરે લખ્‍યું, હવે લગ્નની મુશ્‍કેલી ખતમ! મિયા જેવી રોબોટ હોય તો દગો આપવાનો ડર કયાં? જ્‍યારે, બીજા એક યુઝરે આને ખતરનાક ગણાવ્‍યું અને કહ્યું, આ રોબોટ્‍સ માણસોને વધુ એકલા કરી દેશે. ભારતમાં પણ આ ચર્ચા જોર પકડે છે, ખાસ કરીને તે યુવાનોમાં જે હાલના દગાબાજીના કિસ્‍સાઓથી દુઃખી છે. મેટા લૂપના જણાવ્‍યા મુજબ, મિયો માટેની માંગણી ઝડપથી વધી રહી છે અને કંપની ટૂંક સમયમાં સસ્‍તા મોડલ્‍સ લાવવાની યોજના બનાવી રહી છે. 

(10:03 AM IST)