<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

લગ્ન કરવાનું સપનું લઈને ગોવા ગયેલી યુવતીની પ્રેમીએ જ કરી હત્‍યા

જંગલમાં ૨૨ વર્ષીય યુવતીનો ગળું કાપેલી હાલતમાં મળતદેહ મળી આવતા સનસનાટી

પ્રતાપનગર,તા.૧૯: દક્ષિણ ગોવાના પ્રતાપનગર વિસ્‍તારના જંગલમાં ૨૨ વર્ષીય યુવતીનો ગળું કાપેલી હાલતમાં મળતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ કેસમાં પોલીસે બેંગ્‍લોરના રહેવાસી સંજય કેવિન એમ. ની હત્‍યાના આરોપસર ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને પ્રેમી હતા. પોલીસના જણાવ્‍યા અનુસાર, યુવતીની ઓળખ રોશની મોસેસ એમ. તરીકે થઈ છે. તે ઉત્તર બેંગ્‍લોરની રહેવાસી હતી. બંને તાજેતરમાં લગ્ન કરવાના ઇરાદે બેંગ્‍લોરથી ગોવા આવ્‍યા હતા. બંને વચ્‍ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી સંજયે રોશનીનું ગળું કાપીને હત્‍યા કરી અને લાશને જંગલમાં ફેંકી દીધા પછી બેંગ્‍લોર ભાગી ગયો.

સોમવારે સાંજે આ ઘટના પ્રકાશમાં આવી. સ્‍થાનિક લોકોને પ્રતાપનગર જંગલમાં એક યુવતીનો મળતદેહ મળ્‍યો. ઘટનાસ્‍થળે પહોંચેલા દક્ષિણ ગોવાના પોલીસ અધિક્ષક ટીકમ સિંહ વર્માએ જણાવ્‍યું હતું કે, આ હત્‍યા પ્રેમ સંબંધ, લગ્ન પ્રસ્‍તાવ અને તેનાથી ઉદ્ભવતા વિવાદને કારણે થઈ છે.

પોલીસે ગુનાના સ્‍થળની તપાસ કર્યા પછી કાર્યવાહી શરૂ કરી અને કેટલાક સંકેતોના આધારે, આરોપી સંજય કેવિન એમ. ની ઓળખ અને સ્‍થાન શોધી કાઢયું. આરોપીની ૨૪ કલાકની અંદર બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી. પોલીસ હવે આ કેસમાં હત્‍યા પાછળના વાસ્‍તવિક કારણની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હત્‍યા પૂર્વઆયોજિત હતી કે આવેગમાં કરવામાં આવી હતી

(10:14 AM IST)