<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

શુભાંશુ શુક્‍લાનું Axiom-4 લોન્‍ચિંગ મિશન ફરી મુલતવી રહ્યું

૨૨મી જૂન સુધી પેન્‍ડીંગ

નવી દિલ્‍હી, તા.૧૯: શુભાંશુ શુક્‍લાના Axiom-4 અંતરિક્ષ મિશનનું લોન્‍ચ ફરી મુલતવી રાખવામાં આવ્‍યું છે. આ મિશન અગાઉ પણ અનેક વખત મુલતવી રાખવામાં આવ્‍યું હતું, અને હવે ફરી એકવાર ૨૨ જુન સુધી મુલતવી રાખવાનું જાહેર કરવામાં આવ્‍યું છે.

અંતરરાષ્‍ટ્રીય અંતરિક્ષ મથકના Zvezda સર્વિસ મોડ્‍યુલના પાછળના ભાગમાં તાજેતરમાં થયેલા રિપેર પછી પ્રેશર સંબંધિત સમસ્‍યા જોવા મળી. NASA અને Axiom Space હવે વધુ સમય લઈ ISSના ઓપરેશન્‍સનું મૂલ્‍યાંકન કરી રહ્યા છે, જેથી મિશનની સલામતી સુનિヘતિ કરી શકાય.

હવે Axiom-4 મિશનનું લોન્‍ચિંગ રવિવાર, ૨૨ જૂન સુધી મુલતવી રાખવામાં આવ્‍યું છે. એટલે કે, ૨૨ જૂન, ૨૦૨૫ પહેલા લોન્‍ચ નહીં થાય. જો જરૂરી હોય તો ૨૩ જૂનના રોજ બેકઅપ લોન્‍ચ વિન્‍ડો પણ રાખવામાં આવી છે. ISSના તમામ ઓપરેશનલ અને સલામતી સંબંધિત ચેકીંગ પૂર્ણ થયા પછી અંતિમ લોન્‍ચ તારીખની પુષ્ટિ થશે.

શુભાંશુ શુક્‍લા ના અને તેની ટીમ હજુ પણ ફ્‌લોરિડામાં ક્‍વોરન્‍ટાઇનમાં છે અને મિશન માટે તૈયાર છે.

(1:44 PM IST)