હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિસાવદરમાં ‘ચુંટણી મહોત્સવ' : બપોર સુધીમાં ૪ર% મતદાન
રાજકીય એપી સેન્ટર ધરાવતી વિસાવદર વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરીયા અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા વચ્ચે ત્રિપાખીયો જંગ : ૩૨૩ પ્રિસાઇડિંગ ઓફિસર, ૩૨૩ પોલિંગ અધિકારી, મહિલા અને પુરૂષ પોલિંગ ઓફિસર સહિત કુલ ૧૨૯૨ કર્મીઓને ચૂંટણી ફરજ પર : ૨૯૪ મતદાન મથકોમાં ૨.૬૧ લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે : સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે : સાંજના ૬ વાગ્યા સુધીમાં ૬૦ થી ૬પ ટકા મતદાન થવાની શકયતા

વિસાવદર વિધાનસભા બેઠક ઉપર મતદાન માટે મતદારો ઉમટયા
જુનાગઢઃ વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ર૯૪ મતદાન મથક ઉપર વિસાવદર વિધાનસભાની બેઠકની પેટા ચુંટણી માટે સવારના ૭ ના ટકોરે મતદાનનો પ્રારંભ થયો હતો. સાંજે ૬ વાગ્યા સુધી ૨.૬૧ લાખ મતદારો ઇવીએમમાં મત આપી મુખ્ય રાજકીય પક્ષો ભાજપના કિરીટ પટેલ, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા ૧૬ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રીન મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પર્યાવરણ રક્ષણ માટે મતદારોને ભેટ સ્વરૂપે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિસાવદર નગરપાલિકા વિસ્તારના ૧૭ બુથો ગ્રીન થીમ ઉપર બનાવાયા છે મતદારોએ જિલ્લા ચૂંટણી તંત્રની મતદાનની સાથે પર્યાવરણ રક્ષણ માટેની પહેલને આવકારી હતી. દરમ્યાન વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ૮૦ વર્ષના દાદા વિનુભાઈ ભટ્ટીએ વિસાવદર ખાતેની સરકારી હાઈસ્કૂલ ખાતેના મતદાન મથક પર મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે કહ્યું કે, લોકશાહીમાં મત અધિકારનો અચૂકથી ઉપયોગ કરવો જોઈએ, તેમણે મતદાન માટે પણ અહીં ખૂબ સારી સુવિધાઓ હોવાની પણ જણાવ્યું હતું. (અહેવાલઃ વિનુ જોશી (જુનાગઢ), યાસીન બ્લોચ (વિસાવદર) તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ) (૯.ર૯)
(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.,૧૯ : વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે સવારથી મતદાનનો પ્રારંભ થયો છે. પ્રારંભે મતદાન મથકો ઉપર લાઈનો લાગી હતી અને બપોરેના ૧ વાગ્યા સુધીમાં ૩૯.રપ% મતદાન થયું છે. સાંજના ૬ વાગ્યા સુધીમાં મતદાનનો આંકડો ૬૦ થી ૬પ ટકા પહોંચી જાય તેવી શકયતા છે.
રાજકીય પક્ષના લોકો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. મતદારો પોતાની તરફેણમાં મત આપે એ માટે સામ, દામ, દંડ ભેદ સહિતના નુસખાઓ અજમાવવામાં આવે એવી ચારેકોર ચર્ચા છે. ચૂંટણી પૂર્વેનીં આખરી રાતે મતદારોને તરફેણમાં કરવા સામ, દામ, દંડ, ભેદની શકયતા વિશેષ જોવાઈ રહી છે.
સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્રબની રહેલી વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે આજે ૨૯૪ મતદાન મથકો પર મતદાન થઈ રહયુ છે. છે. હવે મતદારો પોતાનો ચુકાદો કોની તરફેણમાં આપે છે એ તા. ૨૩ના મતગણતરી બાદ સ્પષ્ટ થઈ જશે.
ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઈ રાણપરીયા અને આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા વચ્ચે ત્રિપાખીયો જંગ ખેલાયો છે.
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદાર પર્યાવરણ પ્રત્યે જાગળત તાલુકાના ગામોમાં આવેલા ૨૯ મતદાન મથકો પર આંબા, આસોપાલવના તોરણ, કુંડા રાખી સુશોભિત કરી બૂથ બનાવવામાં તંત્ર દ્વારા મતદાન જાગળતિ માટે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. મતદારો મતદાન ઉપરાંત પર્યાવરણના જતન અંગે પણ જાગળત વિસાવદર, અને જૂનાગઢ ગ્રામ્ય ત્રણ તાલુકાના મથક તૈયાર કરાશે. વડાલ, વિજાપુર, નવા પીપળીયા, પાતાપુર, નવાગામ, વિશળ હડમતીયા, બરવાળા, કનકાઈ મથકમાં સંદેશાવ્યવહાર માટે વાયરલેસ સેટ વપરાશે. ગીર જંગલમાં વસતા ૧૨૨ મતદારો માટે શેડો મતદાન ઉભું કરવામાં આવ્યું છે. આ મથક પર લીલાપાણી, સુવરડી અને ગોરડવાળા નેસના માલધારીઓ મતદાન કરશે. સંદેશાવ્યવહાર વાયરલેસ સેટનો ઉપયોગ થશે. જિલ્લામાં સૌથી ઓછા મતદાર ધરાવતું મથક આ છે. ગોરવિયાળી, ચુડા, સરદારપુર, રાવણી કુબા, વિસાવદર, કાલસારી, ઘોડાસણ અને લાલપુર મતદાન આંબા, આસોપાલવના તારા, ફૂલનાં કુંડા અખી સુશોભિત કરવામાં આવશે અને બુથ પર વળક્ષારોપણ કરવામાં આવ્યું છે
વિસાવદર મતવિસ્તારના ૨૯૪ મતદાન મથકો માટે બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયા માટે ઈવીએમ, વીવીપેટ ૧૬૨ પ્રકારની ચૂંટણીલક્ષી સ્ટેશનરી સામગ્રી પોલિંગ સ્ટાફને બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકની બેગમાં આપવામાં આવી છે ૨૯૪ મતદાન મથકોમાં ચૂંટણી સામગ્રી રાખવા બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો વપરાશ થઈ રહ્યું છે
રાજકીય એપી સેન્ટર ધરાવતી આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય વચ્ચે ત્રિકોણીયો જંગ છે. ૨૯૪ મતદાન મથકોમાં ૨.૬૧ લાખ મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે ચુસ્ત બંદોબસ્ત સાથે ચૂંટણી ફરજ પર રહેલા ૧૩૨૩કર્મીઓને માંડાવડ શૈક્ષણિક સંકુલ ખાતેથી ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી બે દિવસમાં વિસાવદરમાં વરસાદ વરસી ગયો છે તંત્ર દ્વારા ઈવીએમને ૨૯૪ મતદાન બુથ સુધી લઈ જવા કુલ ૪૮ રૂટ પર વાહનોની ફાળવણી કરવામાં આવી હતી.
૩૨૩ પ્રિસાઇડિંગ ઓફિસર, ૩૨૩ પોલિંગ અધિકારી, મહિલા અને પુરૂષ પોલિંગ ઓફિસર સહિત કુલ ૧૨૯૨ કર્મીઓને ચૂંટણી ફરજ પર રખાયા છે. ૩૪ ઝોનલ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે. કુલ ૪૮ રૂટ પર વાહનોની ફાળવણી કરવામાં આવી છે. સવારે બે તબક્કામાં કર્મચારીઓને બુથ વાઈઝ ઇવીએમ સોપવામાં આવ્યા હતા. વરસાદની સંભાવનાના કારણે તંત્ર દ્વારા સ્ટ્રોંગ રૂમથી મતદાન બુથ સુધી વિશેષ તકેદારી અને વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌપ્રથમવાર ઝીપ બેગમાં ઇવીએમ લઈ કહેવામાં આવ્યા હતા
વિસાવદર વિધાનસભા ચૂંટણીની તૈયારી પ્રત્યેક મતદાન મથકે ૧૬૨ પ્રકારની સ્ટેશનરી વપરાઈ છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની ઈવીએમ વીવીપેટ સહિતની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી છે.
પ્રત્યેક મતદાન મથક પર ૧૬૨ પ્રકારની સ્ટેશનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ, વીવીપેટ સહિતની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવી હતી.આ સામગ્રીમાં સ્પેશ્યલ ટેગ, વિવિધ પ્રકારના ફોર્મ, પ્રીસાઈડીંગ ઓફિસરની હેન્ડબુક ગુજરાતી અને અંગ્રેજીમાં, ગુલાબી, સફેદ, વાદળી, પીળા, બ્રાઉન એવા વિવિધ પ્રકારના કવર, ડમી બેલેટ પેપર, મત કુટીર, સ્ટેમ્પ પેડ, ગમ, લાખ, મીણીયા દોરા, બ્લેડ, સિલિંગ ટેપ, કાર્બન પેપર, ટાંકણી, સેફટી પેન, અવિલોપ્ય શાહી, સુતરી, જાડી દોરી, ચોક સ્ટીક, મતદાન એજન્ટ પ્રવેશ પાસ સહિતનો સમાવેશ થાયછે. આ ઉપરાંત વિવિધ પ્રકારના પત્રકો, રિપોર્ટ, મતદાન માહિતી દર્શક બોર્ડ, શેડો રજીસ્ટર, ખર્ચ રજિસ્ટર, ૧૬ પ્રકારના સાઈન બોર્ડનો ઁ સમાવેશ થાય છે.
વરસાદના કારણે વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન પર અસર થાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા ચોમાસાની સિઝનમાં ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવતી નથી પરંતુ આ વખતે ચોમાસામાં જ ચૂંટણીનું આયોજન કરવામાં આવતા મતદારો અને ચૂંટણીનો સ્ટાફ મુશ્કેલીમાં મુકાય તેવી શકયતાઓ છે. પક્ષો, ઉમેદવારો, મતદારો, તંત્રમાં ચિંતાનું મોજું છે.ઓછું મતદાન પરિણામ બદલી પણ શકે ગુજરાતના રાજકારણમાં મુખ્ય,આગેવાનો, કાર્યકરો, ઉમેદવારો, મતદારો અને ચૂંટણી તંત્રને પણ ચિંતામાં મુકી દીધા છે.
વિસાવદર વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જોરશોરથી વરસાદનું આગમન થતા રાજકીય પક્ષો, ઉમેદવારો, મતદારો, ચૂંટણી તંત્ર અચંબામાં મુકાયું છે. ચૂંટણીના સ્ટાફને ઈવીએમ મશીન સહિતની સામગ્રી લઈ મતદાન મથકો સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડે તેવી શકયતાઓ છે. આ ઉપરાંત અનેક મતદાન મથકોમાં પાણી ટપકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે. મતદાનની સામગ્રીને વરસાદની અસર ન થાય તે પણ એક ચિંતાનો વિષય છે. રાજકીય પક્ષો તથા ઉમેદવારોમાં ચિંતા છે કે, વરસાદના કારણે ઓછું મતદાન થશે તો પરિણામ પર તેની અસર થાય તો નવાઈ નહી. મતદારોમાં પણ ચિંતા છે કે, લોકશાહીના પર્વમાં વાવણી સહિતની કામગીરી કરવી કે મતદાન કરવું? તે વિટંબણા છે. ચોમાસાની સિઝનમાં મોટાભાગે ચૂંટણી યોજાતી નથી. ભાગ્યે જ ચોમાસામાં ચૂંટણી પ્રક્રિયા થતી હોય છે. છેલ્લા બે દિવસથી વિસાવદર વિધાનસભા વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત હોવાથી મતદાન પર તેની અસર થાય તેમ છે. વરસાદના કારણે ઓછું મતદાન થાય તો પરિણામ પણ બદલી શકે તેવું રાજકીય તજજ્ઞો અનુમાન લગાવી રહ્યા છે. હાલ વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચરમ સીમાએ છે. ચૂંટણીનો ખરાખરીનો જંગ જામી ગયો છે તેવા સમયે જ વરસાદે રાજકીય પક્ષોના જીવ ઉચ્ચક કર્યા છે.
કડીમાં ૩૪.૩૯ ટકા મત પડયા
- કડીમાં બપોર સુધીમાં ૩૪.૭૯ ટકા મતદાન : સાંજના છ વાગ્યા સુધીમાં ૫૦ થી ૫૫ ટકા મતદાન થાય તેવી શકયતા
વિસાવદરમાં બપોરે ૨ સુધીમાં ૪૨% મતદાનઃ ૬૦ થી ૬૫% આસપાસ મતદાન રહેશેઃ કડીમાં ૩૪.૩૯ ટકા મત પડયા
- વિસાવદરમાં બપોર સુધીમાં ૪૨ ટકા મતદાન : સાંજના છ વાગ્યા સુધીમાં ૬૦ થી ૬૫ ટકા મતદાન થવાની શકયતા
- કડીમાં બપોર સુધીમાં ૩૪.૭૯ ટકા મતદાન : સાંજના છ વાગ્યા સુધીમાં ૫૦ થી ૫૫ ટકા મતદાન થાય તેવી શકયતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
