<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૭૫

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ '

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ. સંપર્કઃ સ્‍વામી સત્‍ય   પ્રકાશ  

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ-૭૫‘‘જાગતાં,સુતા,સ્‍વપ્‍ન જોતા, પોતાને પ્રકાશ સમજો''

જાગતા સમયે, ચાલતી વખતે, ખાતી વખતે, કામ કરતી વખતે પોતાને પ્રકાશરૂપમાં સ્‍મરણ રાખો. માનો કે તમારા マદયમાં એક જયોતિ જલી રહી છે અને તમારું શરીર એ જયોતિનું પ્રભામંડળ જેવું છે. કલ્‍પના કરો કે તમારા マદયમાં એક જયોતિ જલી રહી છે અને તમારું શરીર એ જયોતિની ચારેબાજુ પ્રભામંડળ સિવાય કશું નથી. તમારૂ શરીર એ જયોતિની ચારે બાજુ ફેલાયેલો પ્રકાશ છે. આ કલ્‍પનાને, આ ભાવને પોતાના મન અને ચેતનાના ઉંડાણમાં ઉતરવા દો અને એકરૂપ બનો. થોડો સમય લાગશે પરંતુ જો તમે આ સ્‍મરણ કરતા રહ્યા, કલ્‍પના કરતા રહ્યા તો ધીરે ધીરે તમે આખો દિવસ સ્‍મરણ રાખવામાં સમર્થ થઇ જશો. જાગતા સમયે, રસ્‍તા ઉપર ચાલતા સમયે, તમે એક ચાલતી-ફરતી જયોતિ બની જશો. શરૂ-શરૂમાં કોઇ બીજાને આનો બોધ નહી થાય પરંતુ જો તમે આ સ્‍મરણ ચાલુ રાખ્‍યું તો ત્રણ મહિનામાં બીજાઓને પણ એનો બોધ થવા લાગશે.

અને જયારે બીજાઓને આભાસ થવા લાગે તો તમે નિヘતિ થઇ શકો છો, કોઇને કહેવાનું નથી. ફકત જયોતિનો ભાવ કરવાનો છે અને ભાવ કરવાનો છે કે તમારૂ શરીર એની ચારેબાજુ ફેલાયેલુ પ્રભામંડળ છે. આ સ્‍થુલ શરીર નથી, વિદ્યુત-શરીર છે, પ્રકાશ-શરીર છે. જો તમે ધીરજપૂવૃક લાગ્‍યા રહ્યા તો ત્રણ મહિનામાં બીજાઓને બોધ થવા લાગશે કે તમને કશુંક ઘટી રહ્યું છે. તેઓ તમારી ચારે બાજુએક સુક્ષ્મ પ્રકાશ મહેસુસ કરશે. જયારે તમે પાસે જશો તો એમને એક જુદી જાતીન ઉષ્‍મા માલુમ પડશે. જો તમે એમને સ્‍પર્શ કરશો તો એમને ઉષ્‍માનો સ્‍પર્શ અનુભવાશે. એમને ખબર પડશે કે તમને કશુંક અદ્‌ભુત ઘટી રહ્યું છે. પરંતુ કોઇને કહેશો નહી અને જયારે બીજાઓને ખબર પડવા લાગે તો તમે વિશ્વાસ કરી શકો છો અને ત્‍યારે તમે બીજા ચરણમાં પ્રવેશ કરી શકો છો. એના પહેલા નહી.

બીજા ચરણમાં આ વિધિને સ્‍વપ્‍નાવસ્‍થા માં લઇ જવાની છે. હવે તમે એનો ઉપયોગ સ્‍વપ્‍નાવસ્‍થામાં શરૂ કરી શકો છો. હવે આ યર્થાર્થ છે, હવે આ કલ્‍પના જ નથી. કલ્‍પના દ્વારા તો તમે સત્‍ય ઉઘાડી દીધું છે. આ જ સત્‍ય છે. બધું જ પ્રકાશથી બનેલુ છે, સર્વ કાંઇ પ્રકાશમય છે. તમે પ્રકાશ છો, જો કે તમને એનો બોધ નથી કારણ કે પદાર્થનો અણું અણું પ્રકાશ છે. વૈજ્ઞાનિકો કહે છે કે પદાર્થ ઇલેકટ્રોનનો બનેલો છે. આ એ જ વાત છે. પ્રકાશ જ બધાનો સ્‍ત્રોત છે. તમે પણ ધનીભૂત પ્રકાશ છો, કલ્‍પનાની રીતે તમે ફકત સત્‍યને ફરીથી ઉઘાડી રહ્યા છો, પ્રગટ કરી રહ્યાછો. આ સત્‍યને જાણી લો અને જયારે તમે એનાથી ભરાઇ જશો તો એને બીજા ચરણમાં સ્‍વપ્‍નમાં લઇ જઇ શકો છો. એના પહેલા નહી.

તો નીંદમાં ઉતરતા જયોતિનું સ્‍મરણ કરતા રહો. ભાવ કરતા રહો કે હું પ્રકાશ છું અને આવા સ્‍મરણ સાથે નીંદમાં ઉતરી જાઓ અને નીંદમાંપણ આ પ્રકાશ ચાલુ રહે છે. આરંભમાં કેટલાક સ્‍વપ્‍ન એવા હશે કે જેમાં તમને ભાવ થશે કે તમારા ભીતર જયોતિ છે કે પ્રકાશ છો. પરંતુ ધીરે ધીરે સ્‍વપ્‍નમાં પણ તમને એવો ભાવ થતો રહેશે અને જયારે એ ભાવ સ્‍વપ્‍નમાં પ્રવેશ કરી દેશે તો સ્‍વપ્‍ન વિલીન થવા લાગશે.

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:16 AM IST)