હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીનગરમાં વિજયભાઇ રૂપાણીની પ્રાર્થનાસભામાં ભુપેન્દ્રભાઇ પટેલ, જૈન સાધુ સાધ્વીઓ, સંતો-મહંતો, રાજકીય આગેવાનો દ્વારા પુષ્પાંજલી

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે આજે હેલીપેડ ગ્રાઉન્ડ એક્ઝિબિશન સેન્ટરના હોલમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની યોજાયેલ પ્રાર્થના સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સમગ્ર ગુજરાતમાંથી સાંસદો, ધારાસભ્યો,સંગઠનના હોદ્દેદારો,જીવદયા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, જૈન સમાજના સાધુ ભગવંતો અને સાધ્વીજીઓ, બ્રહ્માકુમારી સંસ્થાના ભાઈઓ બહેનો, સચિવાલયના સફાઈ કર્મચારીથી લઈ સચિવો સહિતના વિજયભાઈને શ્રદ્ધા સુમન અર્પણ કરવા ઉમટી પડ્યા હતા. રાજ્ય મંત્રીમંડળના મંત્રી ઋષિકેશભાઇ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા સહિતના મંત્રીઓ, પરસોત્તમભાઈ રૂપાલા,રામભાઈ મોકરીયા સહિત સાંસદો, રમેશભાઈ ટીલાળા, કાંતિભાઈ અમળતિયા, આઈ.કે.જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત મોટાભાગના ધારાસભ્યો, રાજ્ય સંગઠનના હોદ્દેદારો ડો.ભરત બોઘરા, રાજકોટથી કોર્પોરેટરો,સંગઠનના હોદ્દેદારો, કાશ્મીરાબેન નથવાણી સહિતના લોકોએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. વિજયભાઈના ધર્મપત્ની અંજલીબેન અને પુત્ર ઋષભ દ્વારા બધાનો હાથ જોડી આભાર માન્યો હતો શ્રદ્ધાંજલિ સભા દરમિયાન સ્વ. વિજયભાઈના નજીકના મિત્રો નીતિનભાઈ ભારદ્વાજ અને ધનસુખભાઈ ભંડેરીએ પણ બધાનો આભાર માન્યો હતો. સવારે ૯: ૦૦ થી ૧૨ યોજાયેલ પ્રાર્થના સભામાં સવારથી જ ગાંધીનગર સચિવાલયના સફાઈ કર્મીથી લઈ સચિવ સુધી શ્રદ્ધા સુમન અર્પણ કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. (તસવીર- અહેવાલઃ વિજય વસાણી ગાંધીનગર)(૨.૧૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
