<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

અંતે ઇરાન વિરૂધ્‍ધ યુધ્‍ધમાં અમેરિકાએ ઝંપલાવ્‍યું : ટ્રમ્‍પના પ્‍લાનને મંજૂરી

યુએસ એર ડિફેન્‍સ સિસ્‍ટમે ઇરાની મિસાઇલ હુમલાઓનો કચ્‍ચરઘાણ કર્યા : ઇરાનના પરમાણુ સંબંધિત હુમલાને રોકવા માટે યુએસે લગામ કસી : ઇરાન - ઇઝરાયલ યુધ્‍ધમાં નવો વળાંક : આ સપ્‍તાહના અંતે અમેરિકા ઇરાન પર એરસ્‍ટ્રાઇક કરે તેવી સંભાવના : ટ્રમ્‍પના ફાઇનલ કોલની રાહ

તેલઅવિવ, તા.૧૯: ઇરાન અને ઇઝરાયલ વચ્‍ચેના યુદ્ધે એક નવો વળાંક લીધો છે. એવું લાગે છે કે અમેરિકા હવે ઇરાન-ઇઝરાયલ યુદ્ધમાં પ્રવેશી ગયું છે. તેનું કારણ એ છે કે યુએસ એર ડિફેન્‍સ સિસ્‍ટમે ઇરાની મિસાઇલ હુમલાઓને નિષ્‍ફળ બનાવવાનું શરૂ કરી દીધું છે. ઇરાનના તાજેતરના મિસાઇલ હુમલાને યુએસ એર ડિફેન્‍સ સિસ્‍ટમ દ્વારા હવામાં અટકાવવામાં આવ્‍યો હતો. આને કારણે, ઇઝરાયલમાં એક મોટું નુકસાન ટળી ગયું. ઇઝરાયલી મીડિયાએ આ દાવો કરીને મધ્‍ય પૂર્વમાં વધુ સનસનાટી મચાવી છે.

ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, યુએસ એર ડિફેન્‍સ સિસ્‍ટમે ઇરાન દ્વારા ઇઝરાયલ પરના નવીનતમ બેલિસ્‍ટિક મિસાઇલ અને ડ્રોન હુમલાને સફળતાપૂર્વક નિષ્‍ફળ બનાવ્‍યો. ઇઝરાયલ દ્વારા આ હુમલો ઉત્તર અને મધ્‍ય ઇઝરાયલને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્‍યો હતો. તેમાં ડઝનબંધ બેલિસ્‍ટિક મિસાઇલો અને ડ્રોન સામેલ હતા. ઇઝરાયલના આયર્ન ડોમ અને ડેવિડના સ્‍લિંગ તેમજ અમેરિકાના પેટ્રિઅટ અને વ્‍ણ્‍ખ્‍ખ્‍ઝ સિસ્‍ટમોએ હવામાં મોટાભાગની મિસાઇલોનો નાશ કર્યો. આનાથી સ્‍પષ્ટ થયું કે હવે અમેરિકા પણ ઇરાન સાથે યુદ્ધમાં કૂદી પડ્‍યું છે.

આ સમાચાર એવા સમયે આવ્‍યા છે જ્‍યારે ડોનાલ્‍ડ ટ્રમ્‍પે સ્‍પષ્ટ કર્યું હતું કે ઇરાન-ઇઝરાયલ યુદ્ધમાં કંઈપણ થઈ શકે છે. અમેરિકા ગમે ત્‍યારે હુમલો કરી શકે છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્‍યો છે કે અમેરિકન રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ગુપ્ત બેઠકમાં ઈરાન પર હુમલો કરવાની યોજનાને મંજૂરી આપી હતી. તે જ સમયે, સમાચાર એજન્‍સી રોઇટર્સે અહેવાલ આપ્‍યો છે કે યુએસ આર્મી તે ઠેકાણાઓથી વિમાનો અને નૌકાદળની સંપત્તિઓને અન્‍ય સલામત સ્‍થળોએ ખસેડી રહી છે, જેના પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્‍યો હોવાનું માનવામાં આવે છે.

અહીં, તેલ અવીવ અને હાઈફામાં ઈરાની હવાઈ હુમલાની ચેતવણી બાદ, નાગરિકોને બોમ્‍બ શેલ્‍ટરમાં જવાની સૂચના આપવામાં આવી હતી. બીજી તરફ, ઈઝરાયલે પણ ઈરાન સામે બદલો લીધો છે. બદલામાં, ઈઝરાયલે તેહરાનમાં લશ્‍કરી થાણાઓ પર હવાઈ હુમલા કર્યા, જેમાં મિસાઈલ લોન્‍ચર અને ડ્રોન સ્‍ટોરેજ સ્‍થળોનો નાશ કરવામાં આવ્‍યો. ગમે તે હોય, તેહરાનમાં નાગરિકોમાં ગભરાટનું વાતાવરણ છે.

જો ઈરાની મીડિયાનું માનીએ તો, ઈઝરાયલી હુમલાઓને કારણે ઘણી ઇમારતો જમીનદોસ્‍ત થઈ ગઈ છે અને લોકો શહેર છોડીને ભાગી રહ્યા છે. હવે જ્‍યારે ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં અમેરિકાના પ્રવેશના સંકેતો દેખાઈ રહ્યા છે, તો તેનો અર્થ એ છે કે મધ્‍ય પૂર્વમાં મોટી આફત આવશે. દરેક જગ્‍યાએ અરાજકતા ફેલાઈ જશે. નિષ્‍ણાતો માને છે કે હવે આખું મધ્‍ય પૂર્વ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ શકે છે.

અમેરિકા માટે ઈરાન પર હુમલો કરવા માટેનું એક સંભવિત લક્ષ્ય ઈરાનનું ફોર્ડો સંવર્ધન સુવિધા છે, જે ભૂગર્ભમાં બનેલ છે અને તેનો નાશ કરવો ખૂબ જ મુશ્‍કેલ છે. નિષ્‍ણાતો કહે છે કે ફક્‍ત સૌથી શક્‍તિશાળી બોમ્‍બ જ તેના સુધી પહોંચી શકે છે.

જ્‍યારે ટ્રમ્‍પને ઈરાન પર હુમલો કરવા વિશે પૂછવામાં આવ્‍યું, ત્‍યારે તેમણે કહ્યું, અમે હુમલો કરી શકીએ છીએ કે નહીં. જોકે, ટ્રમ્‍પે સીધું કહ્યું ન હતું કે તેઓ હુમલો કરશે કે નહીં, બીજી તરફ, તેમણે ઈરાનને મોટી ચેતવણી આપી છે. આ સાથે, તેમણે એક રીતે એવો પણ સંકેત આપ્‍યો છે કે જો તેઓ હુમલો કરશે, તો તેઓ આ અઠવાડિયે આમ કરશે. ટ્રમ્‍પે કહ્યું, આવનારું અઠવાડિયું ખૂબ જ મુશ્‍કેલ છે. આ સાથે, ટ્રમ્‍પે ફરી એકવાર ઈરાન વિશે સ્‍પષ્ટ કર્યું કે ઈરાને પરમાણુ શક્‍તિ બનવાના તેના -યાસને સંપૂર્ણપણે બંધ કરવો પડશે. તેને કોઈપણ શરત વિના પરમાણુ શક્‍તિ બનવાથી પાછળ હટવું પડશે.

પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્‍પે કહ્યું કે ઈઝરાયલે ગયા અઠવાડિયે ઈરાન પર હુમલો કર્યો હતો જ્‍યારે ઈરાન પરમાણુ શક્‍તિ બનવાથી થોડા અઠવાડિયા દૂર હતું. આ સાથે, ઈરાન અને ઈઝરાયલ વચ્‍ચેના યુદ્ધ અંગે ટ્રમ્‍પે કહ્યું કે અમે કોઈપણ પ્રકારનો યુદ્ધવિરામ ઇચ્‍છતા નથી. અમે સંપૂર્ણ વિજય ઇચ્‍છીએ છીએ. વિજય એ હશે કે ઈરાન પરમાણુ શક્‍તિ બનવાનું પોતાનું સ્‍વપ્‍ન ભૂલી જાય. તેની પાસે કોઈ પરમાણુ હથિયાર ન હોવા જોઈએ.

ઇરાનમાં અત્‍યાર સુધીમાં ૬૩૯ના મોત

ઈરાન પર ચાલી રહેલા ઈઝરાયલી હુમલાઓમાં અત્‍યાર સુધીમાં ઓછામાં ઓછા ૬૩૯ લોકો માર્યા ગયા છે અને ૧,૩૨૯ ઘાયલ થયા છે. આ આંકડા વોશિંગ્‍ટન સ્‍થિત માનવાધિકાર સંગઠન હ્યુમન રાઈટ્‍સ એક્‍ટિવિસ્‍ટ્‍સ દ્વારા જાહેર કરવામાં આવ્‍યા છે. રિપોર્ટ અનુસાર, મળતકોમાં ૨૬૩ નાગરિકો અને ૧૫૪ સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

(11:54 AM IST)