હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પી : ગાંધીનગર ખાતે પ્રાર્થનાસભા યોજાઈ : શોકાતુર પરિવારને સાંત્વના પાઠવી
વિધાનસભાની PAC બેઠકમાં પણ પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકો સહિત સ્વ. રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા : રાજ્યભરમાં શોકનો માહોલ

ગાંધીનગર, ૧૯ જૂન ૨૦૨૫: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના પીઢ નેતા સ્વ. વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાન બાદ આજે તેમની સ્મૃતિવંદના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે એક પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી દિવંગત વિજયભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મુખ્યમંત્રી પટેલે સ્વ. વિજયભાઈના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી તથા પુત્ર ઋષભ સહિતના શોકસંતપ્ત પરિવારજનોને રૂબરૂ મળીને સાંત્વના પાઠવી હતી અને આ દુઃખદ ઘડીમાં તેમની સાથે ઊભા રહેવાની ખાતરી આપી હતી. વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે, અનેક નેતાઓ, કાર્યકરો તેમજ સામાન્ય જનતા શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે.
આ ઉપરાંત, ગુજરાત વિધાનસભા ખાતે આજે યોજાયેલી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC)ની બેઠકમાં પણ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ બેઠકમાં તાજેતરની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિકાસમાં આપેલ યોગદાન અને તેમની સાદગીભરી છબી હંમેશા યાદ રહેશે. તેમના નિધનથી રાજ્યના રાજકારણને મોટી ખોટ પડી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
