<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

નરેન્‍દ્રભાઈએ પાઠવી રાહુલ ગાંધીને શુભેચ્‍છા

નવી દિલ્‍હી, તા.૧૯: કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ૫૫ વર્ષના થયા છે. જન્‍મદિવસના અવસરે અનેક રાજકીય નેતાઓ તરફથી તેમને શુભેચ્‍છાઓ મળી રહી છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરી રાહુલ ગાંધીને જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી છે. PM મોદીએ તેમની એક્‍સ પોસ્‍ટમાં લખ્‍યું કે, રાહુલ ગાંધીજીને જન્‍મદિવસ પર શુભેચ્‍છાઓ. તેમને દીર્ઘ આયુષ્‍ય અને સારી તંદુરસ્‍તી માટે શુભકામનાઓ. વડાપ્રધાનના આ સંક્ષિપ્ત પરંતુ સન્‍માનપૂર્ણ સંદેશથી રાજકીય વ્‍યકિત હોવા છતાં વ્‍યક્‍તિગત સ્‍તરે શિષ્ટાચાર કેવી રીતે જાળવવો તેનું ઉદાહરણ મળે છે. રાહુલ ગાંધીની રાજકીય યાત્રા, ખાસ કરીને તેમના તાજેતરના લોકસભા ચૂંટણી અભિયાન અને વિપક્ષના નેતા તરીકેની ભૂમિકા વચ્‍ચે આવી શુભેચ્‍છાઓ ચર્ચાનું કેન્‍દ્ર બની છે.

સોશિયલ મીડિયા પર યુવા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને પ્રદેશ સંગઠનો દ્વારા #Happy Birthday RahulGandhi હેશટેગ હેઠળ શુભેચ્‍છાઓનો વરસાદ થયો છે. કેટલીક જગ્‍યાએ રાહુલ ગાંધીના જન્‍મદિવસે વિવિધ સામાજિક કાર્યક્રમો અને સેવાકીય પ્રવળત્તિઓનું આયોજન પણ થયું છે.

(3:57 PM IST)