હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 19th June 2025
કોલકત્તામાં ગુજરાતી સમાજ અને ભાજપ દ્વારા વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરાયા

પશ્ચિમ બંગાળ ભાજપના મોટા ગજાનાં આગેવાન અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી સુવેંદુ અધિકારીએ એક્સ મીડિયા ઉપર ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આજે હું દક્ષિણ કોલકાતામાં ભાજપના કાર્યકરો અને ગુજરાતી સમાજ દ્વારા આયોજિત અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજીની શ્રદ્ધાંજલિ સભામાં હાજર રહ્યો હતો. શ્રી વિજય રૂપાણીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમનું સ્મરણ કર્યું. હું તેમના પરિવાર, સ્વજનો અને અનુયાયીઓ પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને માનનીય શ્રી વિજય રૂપાણીજીની દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ૐ શાંતિ...
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
