<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ઉછાળો : દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,070 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો : 22 કેરેટનો ભાવ 92,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

એક અઠવાડિયામાં ચાંદીના ભાવ રૂ. 3000 ઉછાળો આવ્યો હતો. ત્યારે 19 જૂનને આજે, ચાંદીના ભાવમાં ફરી 1000 રુપિયાનો વધારો નોંધાયો , આજે ચાંદીનો ભાવ 1,11,100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો

નવી દિલ્હી તા.૧૯ : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 19 જૂનને 2025ના રોજ સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને સંઘર્ષને કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 19 જૂનને 2025ના રોજ સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.

19 જૂનના રોજ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,01,070 રુપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 92,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,510 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,920 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો 

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 92,560 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,00,970 રૂપિયા છે.

ગયા એક અઠવાડિયામાં ચાંદીના ભાવ રૂ. 3000 ઉછાળો આવ્યો હતો. ત્યારે 19 જૂનને આજે, ચાંદીના ભાવમાં ફરી 1000 રુપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે આજે ચાંદીનો ભાવ 1,11,100 પ્રતિ કિલોગ્રામ પર છે.

વિશ્લેષકો માનીએ તો રુપિયો નબળો પડતા અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે, રોકાણકારો સોનામાં રોકાણ વધારી રહ્યા છે, જેને સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. ઇઝરાયલ-ઈરાન તણાવ વધવાથી વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડવાની ચિંતા વધી છે,

તેમજ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ વધુ વણસી રહી છે, તેની પણ સીધી અસર સોના અને ચાંદી પર પડી રહી છે. તો MCX પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1.05 લાખ સુધી પહોંચી શકે છે.

(4:14 PM IST)