<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ઉમર અબ્દુલ્લાએ વંદે ભારત ટ્રેનની મુસાફરીની મુક્તમને પ્રશંસા કરી

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કટરાથી શ્રીનગર જતી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી અને તેની ભરપૂર પ્રશંસા કરી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ખુશીની તસવીરો શેર કરી અને લખ્યું, "જમ્મુ જવાનો સમય થયો... વંદે ભારત." તેમના પિતા ફારૂક અબ્દુલ્લા પણ આ ટ્રેનનો આનંદ માણી ચૂક્યા છે. ૬ જૂને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ ટ્રેનને હરી ઝંડી બતાવી હતી. આ ટ્રેન કટરાથી શ્રીનગરનું અંતર માત્ર ત્રણ કલાકમાં પૂરું કરે છે. આ રેલ ટ્રેક પર ૩૬ ટનલ અને સેંકડો પુલ છે, જેમાં વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ રેલવે પુલ અને દેશનો પ્રથમ અંજી કેબલ-સ્ટેડ બ્રિજ શામેલ છે. આ રેલ લાઇન કાશ્મીર માટે વરદાન છે, કારણ કે જમ્મુ-શ્રીનગર હાઇવે ઘણીવાર ભૂસ્ખલનથી અવરોધાય છે. ઉમરે આ રેલને ઐતિહાસિક ગણાવી.

(5:09 PM IST)