<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ઈરાને ઈઝરાયેલી સ્ટોક એક્સચેન્જને ટાર્ગેટ કરી મિસાઈલ હુમલો કર્યો: ભારે નુકશાન : જુઓ વિડિઓ

ઈરાને તેલ અવીવ ઉપરાંત બીર શેવા સહિતના અનેક સ્થળો અને હોસ્પિટલને પણ ટાર્ગેટ કર્યાં

ઈરાને ઈઝરાયેલના તેલ અવીવ  સ્થિત ઈઝરાયેલી સ્ટોક એક્સચેન્જને ટાર્ગેટ કરી મિસાઈલ હુમલો કર્યો છે. ઈરાને તેલ અવીવ ઉપરાંત બીર શેવા સહિતના અનેક સ્થળોને ટાર્ગેટ કર્યાં છે, તેમાં હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. મિસાઈલ હુમલામાં સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગને નુકસાન થયું છે.

ઈરાન દ્વારા ઈઝરાયેલના શેરબજાર પર કરવામાં આવેલા હુમલાની સ્ટોક સેન્ટીમેન્ટ પર કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી. અને શેરબજાર 52 સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શી ગયું છે.

ઈરાન દ્વારા ડઝનબંધ બેલિસ્ટિક મિસાઈલો છોડવામાં આવ્યા બાદ ઇમારતને 'મોટા પ્રમાણમાં નુકસાન' થયું છે.

ઈરાની હુમલાઓમાં દક્ષિણ ઈઝરાયલમાં એક મુખ્ય હોસ્પિટલને નુકસાન થયા બાદ પણ આ વાત સામે આવી છે. વધુમાં ઈઝરાયલની મેગેન ડેવિડ એડોમ રેસ્ક્યુ સર્વિસે ગુરુવારે જણાવ્યું હતું કે ઈરાનના તાજેતરના મિસાઈલ હુમલામાં ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયા છે.

(6:38 PM IST)