હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એર ઈન્ડિયા ફ્લાઈટ "એઆઈ૧૭૧"ના બ્લેક બોક્સની તપાસ માટે સ્થળનો નિર્ણય એએઆઈબી લેશે: નાગરિક ઉડયન મંત્રાલયની સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ એર ઈન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટના કોકપિટ વોઈસ રેકોર્ડર અને ડિજિટલ ફ્લાઈટ ડેટા રેકોર્ડરને વિદેશ મોકલવાના પ્રસિદ્ધ થયેલા અહેવાલો પર સ્પષ્ટતા કરી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ફ્લાઈટ રેકોર્ડર્સ (બ્લેક બોક્સ) ડીકોડિંગ કરવા માટેના સ્થળનો નિર્ણય એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઇબી) દ્વારા તમામ ટેકનિકલ, સુરક્ષા અને સલામતીના પાસાઓનું મૂલ્યાંકન કર્યા બાદ લેવામાં આવશે.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું, "કેટલાક મીડિયા આઉટલેટ્સમાં એવા અહેવાલો પ્રકાશિત થયા છે કે દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટના કોકપિટ વોઈસ રેકોર્ડર અને ડિજિટલ ફ્લાઈટ ડેટા રેકોર્ડરને ને વિદેશમાં ડેટા રિકવરી અને વિશ્લેષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. આવા સંવેદનશીલ મુદ્દાઓ પર અટકળો ટાળવા અને તપાસ પ્રક્રિયાને ગંભીરતા અને વ્યાવસાયિકતા સાથે આગળ વધવા દેવા માટે તમામ હિસ્સેદારોને અનુરોધ કરવામાં આવે છે."
ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી વધુ વિગતો
ડિજિટલ મીડિયા અને એક્સ પ્લેટફોર્મ પરની ચર્ચાઓ અનુસાર, અમદાવાદ – લંડન ફ્લાઈટની દુર્ઘટનાની તપાસ માટે બ્લેક બોક્સનું વિશ્લેષણ નિર્ણાયક છે. કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્લેક બોક્સને યુએસ, યુકે અથવા ફ્રાન્સ જેવા દેશોમાં આવેલી અદ્યતન લેબોરેટરીઝમાં મોકલવાની ચર્ચા ચાલી રહી છે, જ્યાં બોઈંગ અથવા એરબસના નિષ્ણાતો ડેટાનું વિશ્લેષણ કરી શકે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, અને મંત્રાલયના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે એએઆઇબી ના અંતિમ નિર્ણયની રાહ જોવામાં આવશે.
ફ્લાઈટ એઆઈ૧૭૧ ની દુર્ઘટનાની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ આ ઘટનાએ ઉડ્ડયન ક્ષેત્રે સલામતીના મુદ્દાઓને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
