હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 20th June 2025
વૈશ્વિક સંકેતો વચ્ચે સોનામાં વેચવાલીનું દબાણ : ચાંદીમાં ટોચની સપાટીએથી 1000 રૂપિયા તૂટ્યા
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખ્યા બાદ ડોલરની મજબૂતાઈને કારણે સોનામાં 3390 ડોલર પ્રતિ ઔંસથી નીચે : હાજર ચાંદી 1 ટકા ઘટીને 36.37 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ

સોનાના ભાવમાં વધઘટ ચાલુ રહે છે. આ જ ક્રમમાં ગુરુવારે રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 150 રૂપિયાના નજીવા ઘટાડા સાથે 1,00,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા છે.આજે 99.5 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ પણ 150 રૂપિયા ઘટીને રૂપિયા 99,800 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
સોના ઉપરાંત આજે ચાંદીનો ભાવ પણ રેકોર્ડ સ્તરથી 1,000 રૂપિયા ઘટીને 1,07,200 રૂપિયા પ્રતિ કિલો થયો છે. વૈશ્વિક સ્તરે હાજર સોનાનો ભાવ નજીવો ઘટીને 3365.90 ડોલર પ્રતિ ઔંસ થયો.
ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર 4.25-4.50 ટકાના સ્તરે યથાવત રાખવાનો નિર્ણય લીધા પછી અમેરિકન ડોલરમાં મજબૂતાઈને કારણે સોનાના ભાવ 3390 ડોલર પ્રતિ ઔંસથી નીચે આવી ગયા છે.જ્યારે હાજર ચાંદી 1 ટકા ઘટીને 36.37 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે.
(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
