News of Friday, 20th June 2025
મહત્વના સમાચારો ઉડતી નજરે

* અફઘાનિસ્તાનમાં વહેલી સવારે ૪.૬ ની માત્રાનો ભૂકંપ આવતા લોકોને ડરીને ઊંઘમાંથી જ ઊઠીને ઘર બહાર દોટ મૂકવાની ફરજ પડી હતી. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી
* યુ.એસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન ઉપર હુમલો કરવો કે કેમ તે અંગે પખવાડિયામાં નિર્ણય લેવાશે, વ્હાઇટ હાઉસના સ્પોક્સ પર્સન કેરોલિન લેવીટે વિગતો આપી
* ઇઝરાયેલના હુમલા પહેલા જ અણુસામગ્રી સુરક્ષિત સ્થાનો ઉપર શિફ્ટ કરી દેવામાં આવ્યાનો ઈરાનનો દાવો
* નરેન્દ્રભાઈ આજે બિહારના સીવાન ખાતે જઈ રહ્યા છે, ગોરખપુર પટણા વંદે ભારત ટ્રેન આજથી શરૂ થઈ જશે, સમગ્ર બિહારમાં આજથી સંત શિરોમણી રવિદાસ સંમેલન યોજવામાં આવી રહ્યું છે
* કરોડો રૂપિયાના ગેરકાનુની ડ્રગ્સ જેવા પદાર્થો સાથે નાઈજીરિયન મહિલાની રેવન્યુ ઇન્ટેલિજન્સે ધરપકડ કરી
(9:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
