<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

દીકરા માટે દીકરી જોવા ગયા તો ખુદ ડોહો ફીદા થઈ ગયોઃ વહુ બનાવવાની જગ્‍યાએ પત્‍ની બનાવીને લઈ આવ્‍યો

હવે એક નવો કાંડ સામે આવ્‍યો ....જે સંબંધો પર વિશ્વાસ ઉઠી જવા માટે પૂરતો છે : ૫૫ વર્ષના શખ્‍સે પોતાના જ દીકરાની થનારી દુલ્‍હન પર ફીદા થઈ ગયોઃ પ્રેમ થવા લાગ્‍યો એટલું જ નહીં બાદમાં બંને ભાગી પણ ગયા અને સાત ફેરા પણ લઈ લીધા

 

 

રામપુર તા.૨૦:  ઉત્તર પ્રદેશના અલીગઢમાં ફરાર થયેલી જમાઈ અને સાસુની જોડી વિશે તો સૌ કોઈએ જાણ્‍યું, પણ હવે એક નવો કાંડ સામે આવ્‍યો છે. આમ તો કહેવાય છે કે, પ્રેમમાં કંઈ ખોટું કે સાચું હોતું નથી. જો કે હવે રામપુરથી જે કિસ્‍સો સામે આવ્‍યો છે, તે સંબંધો પર વિશ્વાસ ઉઠી જવા માટે પૂરતો છે. અહીં એક ૫૫ વર્ષના શખ્‍સે પોતાના જ દીકરાની થનારી દુલ્‍હન પર ફીદા થઈ ગયો. પછી શું ધીમે ધીમે વહુ અને સસરા વચ્‍ચે પ્રેમ થવા લાગ્‍યો. એટલું જ નહીં બાદમાં બંને ભાગી પણ ગયા અને સાત ફેરા પણ લઈ લીધા. સસરાએ કહ્યું કે, તે આ જન્‍મમાં તો હવે પોતાની દુલ્‍હનનો સાથ છોડશે નહીં. હવે આ અનોખા લગ્નની ચર્ચા સમગ્ર પંથકમાં થવા લાગી છે.

રામપુરના થાના ભોટ વિસ્‍તારના ગામડાનો આ કિસ્‍સો છે. ગામમાં રહેતા એક આધેડ શખ્‍સે એક વર્ષ પહેલા પોતાના દીકરાનો સંબંધ અઝીમનગર વિસ્‍તારની એક યુવતી સાથે કરાવ્‍યો હતો. સંબંધ નક્કી થયાના થોડા સમય બાદ લગ્નની તારીખ પણ નક્કી કરી દીધી. આ દરમ્‍યાન છોકરાના પિતાને છોકરીને ઘરે આવવા જવાનું થતું રહેતું. ધીમે ધીમે આ વાત આગળ વધી ગઈ અને પ્રેમમાં પડ્‍યા. કોઈને કાનોકાન ખબર પણ ન પડી કે પિતા પોતાના દીકરા માટે શોધેલી દુલ્‍હન પર ફીદા થઈ ગયા છે.

૮ દિવસ પહેલા આધેડ વ્‍યક્‍તિ કાર લઈને પોતાની થનારી વહૂના ઘરે પહોંચ્‍યો અને છોકરીના પરિવારને વાત કરી કે તેને ડોક્‍ટર પાસે લઈ જવા માગે છે, કારણ કે તેના શરીરમાં નબળાઈ છે. પરિવારના લોકો માની ગયા, પણ સાંજ થઈ છતાં બંને પરત ફર્યા નહીં. જ્‍યારે પરિવારે સંપર્ક કર્યો, તો સસરાએ કહ્યું કે, છોકરી હોસ્‍પિટલમાં દાખલ છે. બે દિવસ સુધી કોઈ સમાચાર આવ્‍યા નહીં.એ પછી ફરી પરિવારના લોકોએ પૂછયું તો વાત ટાળવા લાગ્‍યા.

આઠ દિવસ બાદ સસરા પોતાના દીકરાની મંગેતર સાથે લગ્ન કરીને ઘરે પરત ફર્યા. વહુમાં વહુને પત્‍ની બનાવીને લાવતા જોઈ હોબાળો મચી ગયો. દીકરા અને પિતા વચ્‍ચે મારામારી થઈ ગઈ. તો વળી નવી દુલ્‍હન અને તેની સાસુ સાથે મોટો ઝઘડો થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે બંને એકબીજાનો જીવ લેવા પર ઉતારુ થઈ ગઈ. ફળિયાના લોકોએ જેમ તેમ કરીને મામલો શાંત પાડ્‍યો.

બાદમાં ગામમાં પંચાયત બેઠી. દીકરા અને પત્‍નીએ આ વ્‍યક્‍તિને ગામમાંથી કાઢી મૂકવાની જીદ કરી. આખરે તે પોતાના નવી દુલ્‍હનને લઈને ત્‍યાંથી નીકળી ગયો. હવે આ -ેમી કપલ શહઝાદનગર વિસ્‍તારના એક ગામમાં રહે છે. વિસ્‍તારમાં આ મામલો ખૂબ જ ચર્ચામાં છે. તો વળી છોકરીના પરિવારવાળા આર્થિક રીતે નબળા હોવાના કારણે કંઈ બોલી શકતા નથી.(૩૮.૩)

(9:47 AM IST)