<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

એર-હોસ્‍ટેસથી ગરમ કોફી ખોળામાં પડી જતાં મહિલા પેસેન્‍જરે એરલાઇન પર ૮૬ કરોડનો દાવો ઠોકી દીધો

મહિલાનો દાવો છે કે દાઝવાને કારણે તેણે પોતાનું આખું વેકેશન કેન્‍સલ કરવું પડયું અને તેને ખૂબ નુકસાન થયું એટલું જ નહીં, સારવાર માટેનો ખર્ચ અને હાડમારી અલગથી

કોપનહેગન,તા.૨૦: ૨૦૨૪ના એપ્રિલમાં ૭૮ વર્ષની એક મહિલાએ કોપનહેગનથી ઓસ્‍લો જવા માટે સ્‍કેન્‍ડિનેવિયન એરલાઇનમાં બુકિંગ કરાવ્‍યું હતું. તે ઘણા લાંબા સમય પછી પતિ સાથે લાંબી છુટ્ટી પર જઈ રહી હતી અને તેણે લાંબી ક્રૂઝ અને પછી હિલ સ્‍ટેશન પર લાંબી રજાઓ પ્‍લાન કરી હતી. જોકે જેવી તે પોતાના ઘરેથી નીકળી અને ઓસ્‍લો જવા માટે પ્‍લેનમાં બેઠી ત્‍યાં જ તેની સાથે એક હાદસો થયો. એર-હોસ્‍ટેસ તેને કોફી સર્વ કરી રહી હતી ત્‍યારે જ ગરમાગરમ કોફી તેની જાંઘ પર પડી હતી. એ કોફી એટલી ગરમ હતી કે કપડાંની અંદર જઈને ચામડીને લાગતાં તે દાઝી ગઈ. મહિલાનો દાવો છે કે દાઝવાને કારણે તેણે પોતાનું આખું વેકેશન કેન્‍સલ કરવું પડ્‍યું અને તેને ખૂબ નુકસાન થયું એટલું જ નહીં, સારવાર માટેનો ખર્ચ અને હાડમારી અલગથી. આ બધાં કારણ આપીને બહેને સ્‍કેન્‍ડિનેવિયન એરલાઇન સામે ૧૦ મિલ્‍યન ડોલર એટલે કે લગભગ ૮૬ કરોડ રૂપિયાના વળતરનો દાવો ઠોકી દીધો છે. હજી તેને આ રકમ મળી નથી, પરંતુ આ મુદ્દે એક વર્ષ પછી પણ કેસ ચાલી રહ્યો છે.

(10:11 AM IST)