News of Friday, 20th June 2025
એક ઝાટકે ઈરાનની ૭૮૧ કરોડથી વધુની રકમ ગુમ
ઇઝરાયલનો સાયબર અટેક

તહેરાન,તા.૨૦: ઇઝરાયલ-ઈરાન વચ્ચે છેડાયેલી જંગ દિવસેને દિવસે વધતી જાય છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ જેવા હથિયારો વડે હુમલો કરી રહ્યા છે. આ યુદ્ધમાં ઇઝરાયલે ઈરાનની આર્થિક કમર ભાંગવા સાયબર એટેકનો સહારો પણ લીધો છે. ઇઝરાયલના હેકર્સે લગભગ નવ કરોડ ડોલર એટલે કે રૂપિયા ૭૮૧ કરોડથી વધુની રકમ ગાયબ કરીને ઈરાનને મોટો ઝાટકો આપ્યો છે.
ઈરાનના પૈસા ચોરવાનું
કોણે કર્યું પરાક્રમ?
‘ગોન્જેશકે દારાન્ડે' નામના હેકર્સ ગળપે ઈરાન પર થયેલા સાયબર એટેકની જવાબદારી લીધી છે. હેકર્સના ગળપે ઈરાનના ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ‘નોબિટેક્સ'ના સોર્સ કોડને પણ જાહેર કરી દીધો છે. આ ગળપે ટેલિગ્રામ પર લખ્યું કે, નોબિટેક્સમાં બાકી રહેલી સંપત્તિઓ હવે સંપૂર્ણપણે સાર્વજનિક થઈ ગઈ છે.
બ્લોકચેન વિશ્લેષક ફર્મ એલિપ્ટિકે પોતાના એક બ્લોગમાં જણાવ્યું હતું કે, આ સાયબર અટેક દ્વારા ઈરાનને રાજકીય સંદેશ આપવામાં આવ્યો છે. હેકર્સે નોબિટેક્સને રાજકીય સંદેશ મોકલવા માટે આ ક્રિપ્ટોકરન્સીના આ ચલણને સંપૂર્ણપણે હટાવી લીધું છે. નોબિટેક્સમાંથી ચોરાયેલા પૈસા ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના ટીકા કરતા સંદેશાઓ સાથે જોડાયેલા સરનામાં પર મોકલવામાં આવ્યા હતા. ‘ગોન્જેશકે દારાન્ડે' હેકર્સ ગળપે એક્સ પર એક પોસ્ટ કરીને નેટબિક્સ પર પヘમિી પ્રતિબંધોથી બચવા અને આતંકવાદીઓને પૈસા મોકલવામાં ઈરાન સરકારની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
સાયબર હુમલાની અનેક ક્રિપ્ટોકરન્સી પર અસર
નોબિટેક્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, અમારી એપ્લિકેશન તથા વેબસાઈટ કામ કરી રહીં નથી. કારણ કે અમે અમારી સિસ્ટમમાં અનધિકળત એક્સેસની ગતિવિધિ જોવા મળી છે. તેથી નોબિટેક્સે પણ આ સાયબર હુમલાની પુષ્ટી કરી હોય એવું લાગી રહ્યું છે. અમેરિકન ચેનાલિસિસ ફર્મના નેશનલ સીકયુરિટી ઈન્ટેલિજન્સના પ્રમુખ એર્ન્ડ્યૂ ફિરમૈને જણાવ્યું કે, નોબિટેક્સ એક્સચેન્જ પર બિટકોઇન, ઇથેરિયમ, ડોગેકોઇન સહિતની અનેક ક્રિપ્ટોકરન્સી આ સાયબર હુમલાનો ભોગ બની ગઈ છે.(૪૦.૩)
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
