News of Friday, 20th June 2025
NSEના અનલીસ્ટેડ પ લાખથી વધુ શેરોનું વેચાણ કરી નાંખ્યું : ૧૧૫ કરોડનું જબરૂ કૌભાંડ
મુખ્ય આરોપીઓ કૃષ્ણ વોરા-મનીષ સોની ફરારઃ અન્ય ત્રણ લોકો સામે ગુન્હા દાખલ...

રાજકોટ, તા.૨૦: મુંબઈ સ્થિત ‘સુપ્રેમસ એન્જલ' નામની ફર્મ દ્વારા ફોરએવર કેર ઇન્ડિયૉના બેનર હેઠળ આચરવામાં આવેલું રૂ.૧૧૫ કરોડનું જંગી કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના અનલિસ્ટેડ શેર્સના નામે આચરવામાં આવ્યું છે, જેમાં રૂ.૫,૦૧,૮૦૦/ના અનલિસ્ટેડ શેર્સનું વેચાણ કરીને રૂ.૧,૧૫,૪૧,૪૦,૦૦૦/ની છેતરપિંડી આચરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસભંગના મુખ્ય આરોપીઓ કળષ્ણ વોરા અને મનીષ સોની છેલ્લા ૨૦ દિવસથી ફરાર છે. તેમના નામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે અને સત્તાવાળાઓ દ્વારા તેમના રહેઠાણો પર દરોડા પાડવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી તેમની ભાળ મળી નથી.
આ કૌભાંડનો ભોગ બનેલા રોકાણકારોની સ્થિતિ અત્યંત દયનીય છે. ઘણા રોકાણકારોએ તેમની આજીવન કમાણી આ ફર્મમાં રોકી હતી, પરંતુ હવે તેમનું મૂળભૂત રોકાણ પણ પરત મળ્યું નથી. રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોના આધારે, ‘સુપ્રેમસ એન્જલ', ફોરએવર કેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ‘સુપ્રેમસ એન્જલ એલએલપી', કળષ્ણ વોરા, મનીષ સોની, વિપુલ કંકારિયા, જિગર પ્રજાપતિ, અને રાહુલ રાયસોની સહિત અન્ય લોકો સામે ગુનાહિત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ સંગઠિત ગુના, છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસભંગ જેવી કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે આર્થિક ગુના શાખા (EOW) દ્વારા ડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડની ગંભીરતાને જોતાં, સામાન્ય જનતાને અત્યંત સાવચેત રહેવા વિનંતી કરવામાં આવે છે. કળષ્ણ વોરા, મનીષ સોની અથવા ઉપરોક્ત દર્શાવેલ કોઈપણ વ્યક્તિઓ કે સંસ્થાઓ સાથે કોઈપણ પ્રકારના વ્યવહાર કે રોકાણ કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
