<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

પશ્ચિમ બંગાળમાં પુરુલિયા-ટાટા નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત:9 લોકોના કમકમાટીભર્યા મોત

પુરુલિયાથી ઝારખંડ જઈ રહેલી બોલેરોને એક ટ્રકે ટક્કર મારી :જોરદાર ટક્કરથી કારનો કચ્ચરઘાણ : પોલીસે ટ્રકને કબજે કરી લીધી

પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં પુરુલિયા-ટાટા નેશનલ હાઈવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પુરુલિયાથી ઝારખંડ જઈ રહેલી બોલેરોને એક ટ્રકે ટક્કર મારી હતી. જેમાં અકસ્માતમાં 9 લોકોના દુઃખદ મોત થયા છે. પોલીસે ટ્રકને કબજે કરી લીધી છે અને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

 

પુરુલિયા-જમશેદપુર નેશનલ હાઈવે નંબર 18 પર બલરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નામસોલ પ્રાથમિક શાળા પાસે આ ઘટના બની હતી. મળેલી માહિતી અનુસાર પુરુલિયાથી ઝારખંડ જઈ રહેલી બોલેરો કારમાં નવ લોકો મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલા એક ઝડપી ટ્રકે કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તમામ નવ મુસાફરોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારોને જાણ કરવામાં આવી છે.

(12:28 PM IST)