News of Friday, 20th June 2025
ફાઈવસ્ટાર હોટલમાં અંગત પળો માણી રહેલા કપલનો વીડિયો વાયરલ
વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છેઃ જેણે પ્રાઈવસી અને પબ્લિક પ્લેસ અંગે નવી ચર્ચા છેડી : ઘટના જયપુરની છે અને વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ખુબ આક્રોશ પણ છે

જયપૂર તા.૨૦: રાજસ્થાનના રાજધાની જયપુરની એક ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં એક કપલની અંગત પળોનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પ્રાઈવસી અને પબ્લિક પ્લેસ અંગે નવી ચર્ચા છેડી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પલ પોતાના હોટલ રૂમમાં અંગત પળો માણી રહ્યું છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વીડિયો હોટલ રૂમની બહાર ઊભા રહીને રોડ ઉપરથી શૂટ કરાયેલો છે. આ ઘટના જયપુરની છે અને વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ખુબ આક્રોશ પણ છે.
હોટલના જે રૂમનો આ વીડિયો બનાવવામાં આવ્યો હતો તેમાં બારીઓ પર પડદા ન હતા હોવાનું કહેવાય છે. જો કે અન્ય મીડિયા રિપોર્ટ્સમાં એમ પણ કહેવાયું છે કે બારીઓ કાચની હતી અને પડદા ખુલ્લા હતા. જયપુર શહેરના ૨૨ ગોદામ સર્કિલ પાસે એક હોટલ છે. આ શહેરનો વીઆઈપી મૂવમેન્ટવાળો વિસ્તાર છે. સચિવાલય, વિધાનસભા, હાઈકોર્ટ, ભાજપ હેડક્વાર્ટર અને મુખ્યમંત્રી નિવાસ આ વિસ્તારમાં છે. સહકાર માર્ગ પર આવેલી આ ફાઈવ સ્ટાર હોટલ ગેસ્ટ માટે ખુબ જ સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ અહીં રહેવું એક કપલને ભારે પડી ગયું. થર્ડ ફ્લોર પર એક લક્ઝરી રૂમમાં આ કપલ રોકાયું હતું. રાતે શારીરિક સંબંધ બનાવ્યા. જે બારી કાચની અને પડદા ન હોવાથી કપલની અંતરંગ પળો સ્પષ્ટ દેખાતા રોડ પરથી પસાર થતા કોઈકે કેમેરામાં કેદ કરી લીધુ.
મંગળવારે રાતે ૧૦ વાગ્યાની આ ઘટના બાદ લોકોએ વીડિયો જોયો તો હોટલની બહાર ભીડ ભેગી થઈ ગઈ અને પછી તો ટ્રાફિક જામી ગયો. હવે વીડિયો વાયરલ થતા લોકો ભાત ભાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેને હોટલની બેદરકારી ગણી રહ્યા છે જ્યારે કેટલાક પર્સનલ સ્પેસ કે પ્રાઈવસીનો ભંગ ગણી રહ્યા છે.
હોટલમાં રોકાયેલા કપલની ઓળખ અને વીડિયોની તારીખની પુષ્ટિ થઈ નથી. પરંતુ વાયરલ વીડિયોમાં હોટલની ઈમારત અને રૂમની બારી સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ ઘટના બાદ હોટલ મેનેજમેન્ટની ખુબ ટીકા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે ફાઈવ સ્ટાર હોટલમાં મહેમાનોની પ્રાઈવસી અને સુરક્ષાનું ધ્યાન રાખવાની જવાબદારી મેનેજમેન્ટની છે. પરંતુ આ પ્રકારની ઘટનાથી સવાલ ઉઠે છે કે શું હોટલ મેનેજમેન્ટ પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે? આવી ઘટનાઓ ભવિષ્યમાં લોકોને મોટી હોટલોમાં રોકાતા પહેલા વિચારવા પર મજબૂર કરી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ કપલની અંગત પળોના વીડિયોનું રેર્કોડિંગ અને પછી સોશયિલ મીડિયા પર વાયરલ થયા બાદ જયપુર પોલીસ તરફથી એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે અને લોકોને અપીલ કરાઈ છે કે આ વીડિયો કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ અને શેર ન કરે. જો કોઈ એકાઉન્ટ પર અપલોડ કે શેર કરાયેલો દેખાશે તો પોલીસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
