News of Friday, 20th June 2025
કેનેડામાં વધુ એક ઈન્ડિયન સ્ટુડન્ટનું મોત
કેનેડામાં યુનિવર્સિટી ઓફ કેલગરીમાં અભ્યાસ કરી રહી હતી

ટોરેન્ટો, તા.૨૦: કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલી દિલ્હીની એક સ્ટુડન્ટનું મોત થયું છે. આ સ્ટુડન્ટનું નામ તાન્યા ત્યાગી હોવાનું સામે આવ્યું છે અને તે કેનેડામાં યુનિવર્સિટી ઓફ કેલગરીમાં અભ્યાસ કરી રહી હતી. વેનકુવરમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર તાન્યા ત્યાગીના મોતની જાણકારી આપી છે. જોકે, તેનું મોત કઈ રીતે થયું છે તેનું કારણ હજી સુધી સામે આવ્યું નથી.
કોન્સ્યુલેટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, યુનિવર્સિટી ઓફ કેલગરીમાં અભ્યાસ કરતી ઈન્ડિયન સ્ટુડન્ટ તાન્યા ત્યાગીના અચાનક મોતથી આઘાત લાગ્યો છે. કોન્સ્યુલેટ સતત ઓથોરિટીઝના કોન્ટેક્ટમાં છે અને મળતકના પરિવારને તમામ જરૂરી સહકાર પૂરો પાડવામાં આવશે. કોન્સ્યુલેટ તાન્યાના પરિવાર અને તેના મિત્રોને સાંત્વના પાઠવે છે અને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.
કોન્સ્યુલેટે તાન્યા ત્યાગીના મોત કયા સંજોગોમાં થયું છે તેની વિગતો જાહેર કરી નથી. જોકે, ઈશુ ત્યાગી નામથી એક અનવેરિફાઈડ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તાન્યાનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે. આ પોસ્ટમાં પ્રાઈમ મિનિસ્ટર ઓફિસને ટેગ કરવામાં આવી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
