<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

વૈશ્વિક સંકેતને પગલે સોના- ચાંદીના ભાવમાં વધારાને બ્રેક : સોનામાં 600 રૂપિયા અને ચાંદીમાં 1000થી વધુનો કડાકો

સોનાના ભાવ 0.59 ટકા ઘટીને 3,353.89 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થયા જયારે ચાંદી પણ 0.89 ટકાના ઘટાડા સાથે 36.08 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ

અમદાવાદ :આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને તે છેલ્લા એક મહિનાનું સૌથી નબળું અઠવાડિયું હતું. US ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો ન હતો અને વધુ ઘટાડાની શક્યતા પણ ઘટાડી હતી. જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

આજે MCX પર સોનાનો ભાવ 600 રૂપિયા ઘટીને 98729 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 1025 રૂપિયા ઘટીને 106368 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ 0.59 ટકા ઘટીને 3,353.89 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત ચાંદી પણ 0.89 ટકાના ઘટાડા સાથે 36.08 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી હતી.

દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદ ખાતે શુદ્ધ સોનુ 10 ગ્રામદીઠ રૂપિયા 400 ઘટી રૂપિયા 10,1900, અમદાવાદ સ્ટાન્ડર્ડ સોનુ (99.5) 10 ગ્રામ ભાવ રૂપિયા 400 તૂટી રૂપિયા 1,01,600 થયો છે. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 ગગડી રૂપિયા 1,06500 રહ્યો છે

(6:49 PM IST)