<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલી વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે ..એવું કહેનાર ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિએ માફી માંગી

સુચિત્રાએ એક નવું ટ્વીટ કર્યું કે એર ઇન્ડિયા ક્રેશ બચી ગયેલા વ્યક્તિ પર મારું જૂનું ટ્વીટ ડિલીટ કર્યું. એવું લાગે છે કે કોઈએ ખોટું ટ્વીટ ફેલાવ્યું છે, ભગવાન જાણે કેમ. હું માફી માંગુ છું.

મુંબઈ : અભિનેત્રી-ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર કરેલ ટ્વીટને લઈને માફી માંગવી હતી અને તેને ડિલીટ કરવું પડ્યું હતું. સુચિત્રાને ક્યાંકથી માહિતી મળી હતી કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલી એકમાત્ર વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે કે તે તે ફ્લાઇટમાં હતો.

સુચિત્રાએ ટ્વિટ કર્યું હતું કે તો આ વિશ્વાસ કુમાર રમેશે વિમાનમાં હોવા અને એકમાત્ર પોતે બચી ગયા તેના વિશે ખોટું બોલ્યા? આ ખરેખર ખૂબ જ વિચિત્ર છે. શું યુકેમાં તેના પરિવારે આ વાતની પુષ્ટિ કરી ન હતી? તેના ભાઈના અંતિમ સંસ્કારનું શું જેમાં તે તેને ખભો આપી રહ્યો હતો? જો આ સાચું હોય તો આ ન માત્ર કડક સજા જ નહીં પણ માનસિક આશ્રમમાં મોકલવાને પણ પાત્ર છે.

પરંતુ સુચિત્રાને ખબર પડી કે આ માહિતી ખોટી છે તો તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી આ પછી, સુચિત્રાએ એક નવું ટ્વીટ કર્યું કે એર ઇન્ડિયા ક્રેશ બચી ગયેલા વ્યક્તિ પર મારું જૂનું ટ્વીટ ડિલીટ કર્યું. એવું લાગે છે કે કોઈએ ખોટું ટ્વીટ ફેલાવ્યું છે, ભગવાન જાણે કેમ. હું માફી માંગુ છું.

(7:22 PM IST)