News of Friday, 20th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશ : અત્યાર સુધી 223 DNA મેચ થયા :202 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
સારવાર હેઠળ રહેલી બે વ્યક્તિનું નિધન થતાં કુલ 204 પાર્થિવ દેહ સોંપી દેવાયા

અમદાવાદમાં લંડન જતું એર ઈન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થયું હતું. જેમાં 200થી વઘુ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું મોત થયું છે. આ ઉપરાંત તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બરમાંથી માત્ર રમેશ વિશ્વાસકુમારનો બચાવ થયો છે. તમામ મૃતકોના મૃતદેહની DNA દ્વારા ઓળખ કરવામાં આવી રહી છે. જેમાં અત્યારસુધી 223 DNA મેચ થયા છે. જેમાંથી 202 મૃતદેહ પરિજનોને સોંપાયા છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 20 જૂનના રોજ સવારે 11:50 વાગ્યા સુધીમાં 223 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. 220 સગાનો સંપર્ક કરવામાં આવ્યો છે. જેમાંથી 202 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા (2)બે વ્યક્તિનું નિધન થતા તેમના મૃતદેહ પણ પરિજનોને સોંપવામાં આવ્યા છે. આમ, કુલ 204 મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોંપવામાં આવ્યા છે.
વધુ વિગતો આપતા ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, 223 મૃતકો કે જેમના DNA મેચ થયા છે. તેમાં 168 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 36 બ્રિટિશ નાગરિક, 01 કેનેડિયન તેમજ 11 નોન- પેસેન્જર એટલે કે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, જ્યારે 198 જેટલા પાર્થિવ દેહોને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, જે 204 મૃતદેહો સોંપવામાં આવ્યા છે તેમાંથી 7 ઉદયપુર, વડોદરા 21, ખેડા 11, અમદાવાદ 58, મહેસાણા 6, બોટાદના 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 21, ભરૂચ 7, સુરત 11, પાલનપુર 1, ગાંધીનગર 6, મહારાષ્ટ્ર 2, દીવ 14, જુનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, પટના 1, રાજકોટ 3, મુંબઈ 9, નડિયાદ 1, જામનગર 2, પાટણ 2, દ્વારકા 2, સાબરકાંઠા 1, નાગાલેન્ડ 1, લંડનમાં 2 અને મોડાસામાં 1 મૃતદેહ મોકલવામાં આવ્યા છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
