News of Friday, 20th June 2025
અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 231 DNA મેચ થયા : 210 પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયા
155 ભારતીય અને 36 યુકેના મૃતદેહ સોપવામાં આવ્યા; 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન,9 સ્થાનિકોના મૃતદેહ સોંપ્યા

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા અને ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. આવી સ્થિતિમાં ઘટનાના દિવસે જ 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જે ઇમારત સાથે વિમાન અથડાયું હતું ત્યાં ઘણા લોકો હાજર હતા, જેમણે પોતાના જીવ ગુમાવ્યા. આ જ કારણ છે કે મૃત્યુઆંક વધ્યો છે. ત્યારે હવે વિમાન દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં 231 DNA મેચ થયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે અત્યાર સુધીમાં 231 DNA મેચ થયા છે. સિવિલ હોસ્પિટલમાં DNA મેચિંગ અને મૃતદેહ સોંપવા અંગે રાકેશ જોષીનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આજે 20 જૂનના રોજ 231 DNA મેચ થયા છે, જે પૈકી 210 પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.155 ભારતીય અને 36 યુકેના મૃતદેહ સોપવામાં આવ્યા છે.જમાં 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન,9 સ્થાનિકોના મૃતદેહ સોંપ્યા છે. જેમ જેમ DNA સેમ્પલ આવશે તેમ તેમ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. હાલ સુધી FSL દ્વારા 231 મૃતદેહોનો DNA મેચ થયા છે.
12 જૂને એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી રહ્યું હતું. આ વિમાન અનુભવી પાઇલોટ્સ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું હતું અને ટેકઓફ થાય ત્યાં સુધી બધું બરાબર હતું. જોકે ટેકઓફ થયાની થોડીવારમાં જ આ વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. વિમાન સીધું ગયું અને મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું. વિમાનમાં રહેલા એક મુસાફર સિવાય બધાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. વિમાન લાંબા સમયની મુસાફરી માટે ઉડાણ ભરી હતી, તેથી તેમાં પુષ્કળ ઇંધણ હતું. આ કારણે અકસ્માત બાદ વિમાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું. આ વિમાનનું બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે અને તપાસ ચાલી રહી છે. અકસ્માતનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. દરમિયાન, એર ઇન્ડિયાએ કહ્યું છે કે તે આ અકસ્માતથી પ્રભાવિત તમામ લોકોને 25 લાખ રૂપિયાનું વળતર આપશે. તે જ સમયે, ટાટા ગ્રુપે અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય લીધો છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
