<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

બિહાર ભાજપને મોટો ઝટકો લાગ્યો: ધારાસભ્ય મિશ્રી લાલનું વિધાનસભા સભ્યપદ રદ કરાયું

2019 માં હુમલો અને લૂંટના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ વિધાનસભા સચિવાલય જાહેરનામું બહાર પાડ્યું: મિશ્રી લાલ 2020 માં VIP થી ધારાસભ્ય બન્યા હતા.

બિહાર ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના ધારાસભ્ય મિશ્રી લાલનું વિધાનસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. 2019 માં હુમલો અને લૂંટના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ વિધાનસભા સચિવાલયે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. મિશ્રી લાલ 2020 માં VIP થી ધારાસભ્ય બન્યા હતા.

આ ઘટના દરભંગાના કેવટી બ્લોક હેઠળના સમૈલા ગામની છે જ્યાં ઉમેશ મિશ્રાએ 30 જાન્યુઆરી 2019 ના રોજ FIR નોંધાવી હતી. FIR મુજબ, 29 જાન્યુઆરી 2019 ના રોજ સવારે જ્યારે ઉમેશ મિશ્રા ફરવા જઈ રહ્યા હતા ત્યારે મિશ્રી લાલ યાદવ, સુરેશ યાદવ અને લગભગ 20-25 અન્ય લોકોએ તેમને કદમ ચોક પર ઘેરી લીધા હતા અને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જ્યારે તેમણે વિરોધ કર્યો ત્યારે મિશ્રી લાલ યાદવે તેમના માથા પર કુહાડીથી માર માર્યો, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી. સુરેશ યાદવે તેમને સળિયા અને લાકડીથી માર માર્યો અને ઉમેશ મિશ્રાના ખિસ્સામાંથી 2300 રૂપિયા પડાવી લીધા હતા.

 

આ જ કેસમાં કોર્ટે 27 મેના રોજ મિશ્રી લાલને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ વિધાનસભા સચિવાલયે આ કાર્યવાહી કરી છે. 2020 ની વિધાનસભા ચૂંટણીમાં મિશ્રી લાલ યાદવ NDA સાથી VIP ની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. બાદમાં મિશ્રી લાલ પક્ષ બદલીને VIP માંથી ભાજપમાં જોડાયા હતા.

(8:58 PM IST)