News of Saturday, 21st June 2025
રાજા રઘુંવશી હત્યા કેસમાં નવો વળાંક:જાણો કોણ છે અલકા? માતાએ કહ્યું - જ્યોતિષની વાત સાચી પડી
સોનમ લગ્ન પહેલા પણ અલકા સાથે ખૂબ જ ગાઢ સંબંધમાં હતી અને લગ્ન પછી પણ તેના સતત સંપર્કમાં હતી

ઇન્દોર :રાજા હત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે અલકા નામની છોકરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજાના પરિવારનું કહેવું છે કે અલકા સોનમની સૌથી સારી મિત્ર હતી અને હંમેશા તેની સાથે રહેતી હતી.
રાજા રઘુવંશીની માતા ઉમા રઘુવંશીએ જણાવ્યું હતું કે એક જ્યોતિષીએ કહ્યું હતું કે આ હત્યામાં બે છોકરીઓ સામેલ છે. એક સોનમ છે, પરંતુ પોલીસે બીજી છોકરી કોણ છે તે શોધવું જોઈએ. તેમને કહ્યું કે- સોનમની એક ખાસ મિત્ર હતી જે હંમેશા તેની સાથે રહેતી હતી. પોલીસે તેની ઓળખ કરીને તેની પૂછપરછ કરવી જોઈએ.
ઉમા રઘુવંશી એમ પણ કહે છે કે લગ્ન સમયે રાજા ખૂબ ખુશ હતો, પણ સોનમ ખુશ દેખાતી નહોતી. હવે લાગે છે કે સોનમ ખુશ નહોતી કારણ કે તે મારા દીકરાને મારી નાખવાનું કાવતરું ઘડી રહી હતી. તેમને કહ્યું કે- જો અમે સોનમના હાવભાવ પર ધ્યાન આપ્યું હોત, તો કદાચ મારો દીકરો આજે જીવતો હોત.
રાજાના ભાઈએ પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સોનમે આઠ દિવસ સુધી કંઈ ન કહ્યું તો તે બે દિવસની પોલીસ કસ્ટડીમાં શું કહેશે? પરિવારનું કહેવું છે કે સોનમનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે મિત્રનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તેનું નામ અલકા છે. મળતી માહિતી મુજબ, સોનમ લગ્ન પહેલા પણ અલકા સાથે ખૂબ જ ગાઢ સંબંધમાં હતી અને લગ્ન પછી પણ તેના સતત સંપર્કમાં હતી. પોલીસ સૂત્રોનું માનીએ તો, સોનમ અને અલકા વચ્ચે ફક્ત મિત્રતા જ નહોતી, પરંતુ સંભવતઃ લેસ્બિયન સંબંધ પણ હતો.
પોલીસ હવે અલકાના કોલ રેકોર્ડ, ચેટ હિસ્ટ્રી અને જીપીએસ લોકેશનની તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે રાજાની હત્યા થયાના દિવસ પછી, જો સોનમ સૌથી વધુ કોઈના સંપર્કમાં હતી તો તે અલકા હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજાની હત્યા પછી, સોનમ બુરખો પહેરીને ગાઝીપુર ભાગી રહી હતી ત્યારે તે અલકાના સંપર્કમાં હતી. પોલીસ હવે અલકાની ભૂમિકા પર નજર રાખી રહી છે
(12:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
