News of Saturday, 21st June 2025
પહેલો પતિ ગમ્યો નહીં, બીજા સાથે લવ મેરેજ કર્યા તો પરિવારે મારી નાખ્યો
હાય રે નસીબઃ હવે ફરી એકલી થઈ ગઈ કરિશ્મા

અજમેર તા.૨૧: આ કહાની એક એવી છોકરીની છે, જેના બાળપણમાં જ લગ્ન થઈ ગયા. છોકરીને જ્યારે સમજ આવી તો તેને આ લગ્ન પસંદ ન આવ્યા. તેણે આ લગ્નનો સ્વીકાર કરવાની ના પાડી. તેથી તે સાસરિયે પણ ન ગઈ. બાદમાં જ્યારે છોકરી જવાન થઈ અને સમજદાર થઈ તો એક છોકરા -ત્યે આકર્ષિત થઈ ગઈ. છોકરીએ પોતાનો જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય લઈ લીધો. તેણે પરિવારના વિરોધ છતાં કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા. પણ આ વાત છોકરીના પરિવારને પસંદ આવી નહીં. તેથી તેમણે તેને મારી નાખ્યો. ત્યાર બાદ આ છોકરી ફરી એકલી થઈ ગઈ. આ છોકરીનું નામ કરિશ્મા છે.
અજમેરના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના પ્રભાર શંભૂ સિંહે જણાવ્યું કે, મામલો ૧૩ જૂનનો છે. ઓનર કિલિંગનો શિકાર થયેલા સહદેવ નાગૌરના રહેવાસી હતો. સહદેવ પોતાના મિત્રો સાથે પરીક્ષા આપવા માટે અજમેર આવ્યો હતો. અહીંથી તેનું અપહરણ કરી લીધું. બાદ તેની સળગેલી હાલતમાં લાશ એક ખેતરમાં પડેલી જોવા મળી. પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે, સહદેવને ચાર વર્ષ પહેલા પોતાના દોસ્ત કરિશ્મા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. બંનેએ થોડા દિવસ પહેલા કોર્ટમાં લગ્ન પણ કર્યા હતા.
જો કે, સહદેવના પણ પહેલા લગ્ન થઈ ચુકયા હતા. પણ તેના છૂટાછેડા થયા હતા. જ્યારે કરિશ્માના હજુ સુધી વિધિવત રીતે છૂટાછેડા થયા નથી. કહેવાય છે કે, તેના પૂર્વ પતિએ પણ બીજા લગ્ન કરી લીધા છે. કરિશ્મા અભ્યાસ અર્થે જાયલમાં રહેતી હતી. સહદેવ અને કરિશ્માએ કોર્ટમાં મેરેજ કર્યા હતા. બાદમાં બંને સાથે રહેવા લાગ્યા. પણ આ વાત કરિશ્માના પરિવારને હજમ થઈ નહીં. તેનાથી નારાજ કરિશ્માના પરિવારે સહદેવનું અપહરણ કરી લીધું.
પહેલા તો તેની સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ કરી અને બાદમાં તેને મારી નાખ્યો. આ હત્યાકાંડમાં મુખ્યત્વે અડધા ડઝનથી વધારે લોકો સામેલ હોવાનું કહેવાય છે. પોલીસે તપાસ બાદ કરિશ્માના પરિવારના બે લોકો કીનારામ અને ઓમપ્રકાશની ધરપકડ કરી લીધી છે. આ કરિશ્માના તાઉ અને તેનો દીકરો છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ પર લીધા છે. તેમની સાથે પૂછપરછ થઈ રહી છે. આ મામલામાં હજુ છોકરીના પિતા, કાકા અને મોટા પિતા સહિત એક મહિલા ફરાર છે.
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે તેમની તલાશી લીધી, પણ હજુ સુધી કોઈ સુરાગ નથી મળ્યો નથી. કરિશ્મા અને સહદેવની ઓળખાણ અભ્યાસ દરમ્યાન થઈ હતી. કરિશ્મા હાલમાં સહદેવના ઘર પર જ છે. તેનું કહેવું છે કે સહદેવનો પરિવાર જ તેનો પરિવાર છે. સહદેવને મારનારાને ફાંસી થવી જોઈએ. હાલમાં આ કિસ્સો નાગૌર અને તેનાથી અડીને આવેલા અજમેરમાં ખાસ્સો ચર્ચાનો વિષય બનેલો છે.(૩૮.૨)
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
