<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

પ્રેમી સાથે રંગરેલિયા મનાવવા માતાએ બે બાળકોને ઝેર દીધું

 

મુઝફ્‌ફરનગર,તા.૨૧: ઉત્તરપ્રદેશના મુઝફ્‌ફરનગરમાં બે બાળકોની માતાએ પ્રેમી સાથે રંગરેલિયા મનાવવા માટે ખતરનાક ષડયંત્ર રચ્‍યું હોવાની ઘટના સામે આવી છે. પહેલા પતિને પરિવારથી અલગ કરી દીધો. ત્‍યાર પછી પોતાના બે બાળકોને ઝેર આપીને મારી નાંખ્‍યા. રુડકલી તિલાબ અલીના રહેવાસી વસીમના સાત વર્ષ પહેલા બીજા લગ્ન થયા હતા. વસીમ ચંદીગઢમાં વેલ્‍ડિંગનું કામ કરતો હતો. ગામમાં પત્‍ની મુસ્‍કાન પાંચ વર્ષીય પુત્ર અરહાન અને ૧૨ માસની દિકરી અનાયા સાથે રહેતી હતી.

મુસ્‍કાનના ગામના એક યુવકમાં પ્રેમમાં પડી ગઈ હતી. આ યુવકને લીધે મુસ્‍કાને વસીમને પરિવારથી અલગ કરાવ્‍યો અને બીજા મકાનમાં રહેવા લાગી હતી. વસીમની ગેરહાજરીમાં પ્રેમી ઘરે આવતો હતો અને બંને રંગરેલિયા મનાવતા હતા. આ રંગરેલિયામાં હવે બંને બાળકો અવરોધ બનવા માંડ્‍યા હતા. એટલે મુસ્‍કાને ખતરનાક ષડયંત્ર રચ્‍યું અને બંને બાળકોને ચામાં ઝેર ભેળવીને પીવડાવી દીધું હતું.(૪૦.૯)

(9:49 AM IST)