<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

હવેથી પે-આઉટ સિકયોરિટીઝ સીધી ક્‍લાયન્‍ટ્‍સના ખાતામાં જમા થશે

શેરબજારમાં રોકાણકારોનાં હિતમાં મહત્ત્વની ઘટના

 

 

મુંબઈ,તા.૨૧: રોકાણકારની રક્ષા અને સેટલમેન્‍ટની કાર્યક્ષમતામાં વળદ્ધિ કરવાના હેતુથી શેરબજારમાં ડાયરેક્‍ટ પે-આઉટ મેકેનિઝમ દાખલ કરવામાં આવી રહ્યું છે જે હેઠળ પે-આઉટની સિકયોરિટીઝ ક્‍લાયન્‍ટ્‍સના ખાતામાં સીધી જમા કરવામાં આવશે. અત્‍યારે પે-આઉટની સિકયોરિટીઝ પ્રથમ ટ્રેડિંગ મેમ્‍બરના પુલ અકાઉન્‍ટમાં જમા કરવામાં આવે છે અને ત્‍યાર બાદ ક્‍લાયન્‍ટ્‍સના અકાઉન્‍ટમાં જમા કરવામાં આવે છે. નવા માળખા પ્રમાણે સિકયોરિટીઝ પે-આઉટ સીધું રોકાણકારોના માન્‍ય પ્રાઇમરી અકાઉન્‍ટમાં જમા કરવામાં આવશે એમ નેશનલ સ્‍ટોક એક્‍સચેન્‍જ (NSE) અને બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જ (BSE)એ એક સંયુક્‍ત પ્રેસ-રિલીઝમાં જણાવ્‍યું હતું.

એ માટે એ જરૂરી છે કે એક્‍સચેન્‍જના યુનિટ ક્‍લાયન્‍ટ કોડ (UCC) ડેટા બેઝમાં પ્રથમ ધારકનું માન્‍ય અને સક્રિય ડીમેટ અકાઉન્‍ટ હોય. એની નોંધ લેવી કે જે ડીમેટ ખાતાં માન્‍ય નહીં હોય એમાં ૭ જુલાઈથી કેપિટલ માર્કેટ સેગમેન્‍ટમાં કામકાજ કરવા નહીં દેવાય. માર્કેટમાં સરળતાથી કામકાજ થઈ શકે એ માટે રોકાણકારોને એની ખાતરી કરવાનું જણાવવામાં આવે છે કે તેઓ ડીમેટ ખાતાના પ્રાઇમરી હોલ્‍ડર હોય.(૪૦.૮)

(9:50 AM IST)