News of Saturday, 21st June 2025
ઈન્કમટેક્સના રિટર્ન ભરવા માટે પગારદારોને ફોર્મ ૧૬ મળવાનું શરૂ
કંપનીઓ-નોકરીદાતાઓ દ્વારા ટીડીએસની વિગત અપાય છે : ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા સરળ બનાવે છે

મુંબઈ,તા.૨૧: કંપનીઓ અને નોકરીદાતાઓ દ્વારા તેમના કર્મચારીઓ ઈન્કમટેકસના રિટર્ન ભરવા માટે મહત્વના ગણાતા ફોર્મ ૧૬ વિતરણ કરવાનું શરૂ કરાયું છે. દર વર્ષે જૂનના પ્રારંભે આ ફોર્મનું વિતરણ થતું હોય છે. પણ આ વર્ષે થોડો વિલંબ આ ફોર્મ ૧૬ આપવામાં થયો હોવાનું જણાવાય છે.આ ફોર્મ ૧૬નું વિતરણ શરૂ થતાં હવે કરવેરા નિષ્ણાતોને ત્યાં રિટર્ન ફાઇલ કરવા માટે કરદાતાઓ દ્વારા માહિતી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે સીબીડીટી દ્વારા રિટર્ન ફાઈ લ કરવાની અંતિમ સમય મર્યાદા
૧૫ સપ્ટેમ્બર કરવામાં આવી છે. નોકરીદાતા દ્વારા પગારદારોનેઆપવામાં આવતું આ પ્રમાણપત્ર રિટર્ન ભરવા માટે મહત્વનું છે. જે આવકના મૂળસ્ત્રોત પર કાપવામાં આવેલા કર (ટીડીએસ)ની માહિતી દર્શાવે છે. જેમાં કર્મચારીની આવક.ટીડીએસ અને આવકવેરાના અધિનિયમ મુજબ લાગુ કપાતના સંદર્ભમાં વિસ્તળત માહિતી આપે છે. આ દસ્તાવેજ પગારદારો માટે મહત્વનો છે. કેમકે તે આવકવેરારિટર્ન (આઇટીઆર) દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવે છે.
કર નિષ્ણાતો એમ પણ જણાવે છેકે, જો પગારદાર કર્મચારીને ફોર્મ ૧૬ ન મળે તો પણ તે આવક, ટીડીએસના વિવરણ સુધી પહોંચવા માટે સેલેરી સ્લીપ, તેની એઆઈ એસ ( એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ ) દ્વારા માહિતી મેળવી શકાય છે. જો કોઈ કર્મચારીએવર્ષમાં નોકરી બદલી હોય અથવા તો એક થી વધુ નોકરીદાતાઓ સાથે કામ કર્યું હોય, તો તેનો ટેક્સ બહુવિધ સ્થળે કાપવામાં આવે તેવી શકયતા છે.આ કિસ્સામાં તેમની પાસેથી વ્યક્તિગત રીતે આઇટીઆર ફોર્મ ૧૬ મેળવવું જોઇએ.
ફોર્મ ૧૬માં નાણાંકીય વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલ રોકાણની જાહેરાત (ડિકલેરેશન)ના આધારે ટેક્સની ગણતરી કેવી રીતે કરવામાં આવી તે અંગેની માહિતી પણ સામેલ છે. જેમાં કંપનીના ભથ્થા. ઘરનું ભાડું, લોન, મેડિકલ બીલ વગેરેનો સમાવેશ થાય છે. જે પગારદાર કર્મચારીની કુલ આવકમાંથી કપાત તરીકે ક્લેમ કરવામા આવ્યા હતા.(૪૦.૬)
ફોર્મ નં.૧૬ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય ?
* ફોર્મ નં.૧૬ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય ?
* ઇન્કમટેક્સ વિભાગની સત્તાવાર વેબ સાઇટ પર જવું.
* આગળ ફોર્મ્સ- ડાઉનલોડ પર જઇને ઇન્કમટેક્સ ફોર્મ્સ પર ક્લિક કરવું.
* જ્યાં પીડીએફ અને ફિલેબલ ફોર્મ બને વિકલ્પ મળશે.
* જો ડાઉન લોડ કરવા માંગતા હોવ તો પીડીએફ ઉપર ક્લિક કરવું.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
