<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

હવે દિલ્‍હીની સિંધુ બની ‘‘સોનમ'': પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો

યે હો કયા રહાં હૈ... વધુ એક રાજા રઘુવંશી જેવો કોડ : હનીમૂન મર્ડરથી પણ વધુ ભયાનક કેસઃ હત્‍યા કરી મૃતદેહ ઉતરાખંડના પહાડોમાં ફેંકી દીધો

 

 

નવી દિલ્‍હી તા.૨૧: ઇન્‍દોરમાં રાજા રઘુવંશી હત્‍યાનું રહસ્‍ય હજુ પણ ઉકેલાયું નથી. દરમિયાન દિલ્‍હીમાં રાજા રઘુવંશી જેવી બીજી હત્‍યાનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. આ વખતે દિલ્‍હીની સિંધુએ સોનમ જેવો જ ગુનો કર્યો છે. પત્‍ની સિંધુએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્‍યા કરી અને તેનો મળતદેહ પહાડીઓમાં ફેંકી દીધો. આરોપી પત્‍ની સિંધુએ યુપીમાં દિલ્‍હીના રહેવાસી રવિન્‍દ્ર કુમારની હત્‍યા કરી અને લાશ ઉત્તરાખંડ લઈ ગઈ અને પર્વત પરથી ખાડામાં ફેંકી દીધી. પરંતુ તે કાયદાથી બચી શકી નહીં અને તેની પોલ ખુલી ગઇ.

 પતિ રવિન્‍દ્ર કુમાર દક્ષિણ દિલ્‍હીનો રહેવાસી હતો. દક્ષિણ દિલ્‍હીના રાજોક્રીનો રહેવાસી રવિન્‍દ્ર કુમાર ૫૬ વર્ષનો હતો. તે જૂનની શરૂઆતમાં ગુમ થઈ ગયો હતો. કોઈને ખબર નહોતી કે તે કયાં છે. જોકે, ૫ જૂને ઉત્તરાખંડમાં પોલીસે એક લાશ મળી ત્‍યારે આ રહસ્‍ય ઉકેલાઈ ગયું. બાદમાં લાશની ઓળખ રવિન્‍દ્ર કુમાર તરીકે થઈ. તેમાં તેની પત્‍ની રીના સિંધુ અને તેના પ્રેમી પરિતોષ દ્વારા રચવામાં આવેલ ચોંકાવનારી હત્‍યાનું કાવતરું બહાર આવ્‍યું.

ઉત્તરાખંડ પોલીસે પ્રેમ સંબંધ, મિલકતના વિવાદ અને વૈવાહિક વિખવાદમાં ફસાયેલા કાવતરાનો પર્દાફાશ કર્યા પછી આરોપી પત્‍ની અને તેના પ્રેમી બંનેની ધરપકડ કરી હતી. રવિન્‍દર કુમારનો મળતદેહ કોટદ્વાર નજીક એક ખાડામાંથી મળી આવ્‍યો હતો. આ પછી જ તેના અંગત જીવનના રહસ્‍યો ખુલ્‍યા હતા. FIR મુજબ, રવિન્‍દર કુમારે ૨૦ વર્ષના વય તફાવત છતાં સિંધુ સાથે લગ્ન કર્યા હતા, અને તાજેતરમાં જ તે બીજા કોઈના પ્રેમમાં પડી હતી.

આરોપી પત્‍ની સિંધુ ફિઝિયોથેરાપી સેન્‍ટર ચલાવે છે. તેણી પરિતોષ નામના પ્રેમી સાથે પ્રેમમાં પડી ગઈ હતી, જે થોડા વર્ષો પહેલા સારવાર માટે સેન્‍ટરમાં આવ્‍યો હતો. મળતક પતિ રવિન્‍દર કુમાર તેની મિલકતોમાંથી લગભગ ૧ લાખ રૂપિયા ભાડું કમાતા હતા. જોકે, ચેક બાઉન્‍સ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્‍યા અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવતાં તેનું જીવન બદલાઈ ગયું. તેણે ૧૮ લાખ રૂપિયાનું દેવું ચૂકવવા માટે મિલકત વેચવાનું નક્કી કર્યું.

હત્‍યાનો પ્‍લાન કેમ?

ગયા વર્ષથી રવિન્‍દર કુમાર અને સિંધુ વચ્‍ચે વિવિધ મુદ્દાઓ પર વારંવાર ઝઘડા થતા હતા. પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી પત્‍ની સિંધુએ કુમારને કરોડોની મિલકત વેચતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. થોડા મહિના પહેલા, આરોપી પત્‍ની સિંધુ અને પરિતોષે કુમારની હત્‍યા કરવાની યોજના બનાવી હતી જેથી તેઓ તેની મિલકતો પર કબજો કરી શકે.

મર્ડર વાયા યુપી ટુ ઉતરાખંડ

આ માટે, ૩૧ મેના રોજ સિંધુએ પાર્ટીના બહાને કુમારને ઉત્તર પ્રદેશના નગીનામાં તેના પ્રેમી પરિતોષના ઘરે બોલાવ્‍યો. તેણીએ પતિ રવિંદર કુમારને દારૂ પીવડાવ્‍યો અને પછી બંનેએ તેની ગરદન અને છાતી પર પાવડા વડે પ્રહાર કરીને તેની હત્‍યા કરી. પોલીસ અધિકારીના જણાવ્‍યા અનુસાર, ‘‘લાશને પહેલા SUVમાં રામનગર અને પછી ઉત્તરાખંડના કોટદ્વાર લઈ જવામાં આવી હતી. સવારના અંધારામાં, આરોપીએ લાશને દુગડ્ડા નજીક રસ્‍તા પરથી ફેંકી દીધી અને ભાગી ગયો. બાદમાં વાહન નોઈડાના એક ચોકડી પર છોડી દેવામાં આવ્‍યું.''

જ્‍યારે પોલીસે તપાસ શરૂ કરી, ત્‍યારે તે રોડ અકસ્‍માત જેવું લાગતું હતું. જોકે, પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં કુમારની બે પાંસળીઓ તૂટેલી જોવા મળી, જે હત્‍યાનો સંકેત આપે છે. કોટદ્વાર પોલીસને જાણવા મળ્‍યું કે સિંધુ તે જ સમયે કોટદ્વારમાં હતી અને કુમારની લ્‍શ્‍સ્‍ ગાયબ હતી. ટેકનિકલ ઇનપુટ્‍સ અને CCTV ફૂટેજનો ઉપયોગ કરીને કેટલાક સંકેતો પોલીસને સ્‍થાનિક ર્પાકિંગ લોટ તરફ દોરી ગયા, જ્‍યાં લ્‍શ્‍સ્‍ ત્‍યજી દેવાયેલી મળી આવી.

જ્‍યારે સિંધુએ બીજે કયાંક હોવાનો દાવો કર્યો હતો, ત્‍યારે ટેકનિકલ તપાસમાં જાણવા મળ્‍યું કે તે ૨૬ મેના રોજ હરિદ્વારના એક ગેસ્‍ટહાઉસમાં રોકાઈ હતી. કુમાર ૩૧ મેના રોજ નગીનામાં એક મિત્રના ઘરે ગયો હતો. અંતિમ પુરાવા કુમારના ખિસ્‍સામાંથી મળેલી એક કાપલીમાંથી આવ્‍યા હતા, જે તેને ગેસ્‍ટહાઉસ સાથે જોડતો હતો. આ મહત્‍વપૂર્ણ સંકેતથી કોટદ્વાર પોલીસને સિંધુ અને પરિતોષને શોધવામાં મદદ મળી, જેના કારણે તેમની ધરપકડ થઈ.(૩૮.૧૦)

(10:20 AM IST)