News of Saturday, 21st June 2025
ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધનો વંટોળ: તેલ અવીવ પર મિસાઇલ હુમલા: વડતા ઇઝરાયેલી હુમલામાં ઈરાની કમાન્ડર અમીનપુર જૌદકીનું મોત

તેલ અવીવ/તેહરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું તનાવ ખતરનાક યુદ્ધમાં ફેરવાયું છે. ઈરાને શુક્રવારે ઈઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત બીરશેબા અને હાઇફા પર બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, જેમાં ઓટોમન કાળની મસ્જિદને નુકસાન થયું અને ચાર માળની ઈમારતમાં આગ લાગી. ઈઝરાયલની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે અનેક મિસાઇલોને નિષ્ફળ કર્યા, પરંતુ બે લોકો ઈજાગ્રસ્ત થયા.
ઈરાનના હુમલાના જવાબમાં ઈઝરાયલે પશ્ચિમ ઈરાનમાં મિસાઇલ લોન્ચિંગ સાઇટ અને ખુજસ્તાનમાં સૈન્ય સ્થળો પર હવાઈ હુમલા કર્યા, જેમાં ચાર લોકોનાં મોત થયાં. ઈઝરાયલની વાયુસેનાએ ઈરાનના રિવોલ્યૂશનરી ગાર્ડના યુએવી બ્રિગેડના કમાન્ડર અમીનપુર જૌદકીને મારી નાખ્યા. ઈરાનના ન્યૂક્લિયર રિસર્ચ સાઇટ ઇસ્ફહાનમાં પણ વિસ્ફોટના અવાજો સંભળાયા.
ઈરાને દાવો કર્યો કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે, જ્યારે ઈઝરાયલે ઈરાનના પરમાણુ જોખમને ખતમ કરવા સુધી હુમલા ચાલુ રાખવાની ચીમકી આપી. સંયુક્ત રાષ્ટ્રમાં ઈઝરાયલના દૂત ડેની ડેનને આ નિવેદન આપ્યું, જ્યારે ઈરાને અમેરિકાની સંડોવણીની શંકા વ્યક્ત કરી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે બે અઠવાડિયામાં યુદ્ધમાં જોડાવાનો નિર્ણય લેવાનું જણાવ્યું.
ઈરાને યૂરેનિયમ ઇનરિચમેન્ટની મર્યાદા પર ચર્ચા કરવાની તૈયારી દર્શાવી, પરંતુ તેને સંપૂર્ણ બંધ કરવાનો પ્રસ્તાવ ફગાવ્યો. આ ઘટનાઓથી આંતરરાષ્ટ્રીય સ્તરે તનાવ વધ્યો છે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
