<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

વ્‍યસન છોડો, ૐ તરફ વળોઃ પૂ. પારસમુનિ મ.સા.

સદ્‌ગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. ‘અકિલા'ના આંગણે પધાર્યા : ધર્મગુરૂઓ અને સરકાર વ્‍યસન મુકત સમાજ તરફ સક્રિય બનેઃ ઓગષ્‍ટ સુધી વૈશ્વિક અશાંતિ રહેશે, ભારતનું ભવિષ્‍ય ઉજ્જવળઃ દેશમાં સાધના પરંપરા ફરી શરૂ થવી જરૂરીઃ પૂ. ગુરૂદેવ કાલે જૈન ભોજનાલયનું ઉદ્‌ઘાટન

 

 

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા. નું સ્‍વાગત કરતા દર્શાય છે. ‘અકિલા' પરિવારના શ્રીમતી કિરણબેન નિમિષભાઇ ગણાત્રા તથા કુ. ધન્‍વી નિમિષભાઇ ગણાત્રા એ પણ પૂ. ગુરૂદેવના આર્શીવાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે જૈન અગ્રણીઓ વસંતભાઇ તુરખિયા તથા પ્રતાપભાઇ વોરા ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીરઃ અભિજીત બગથરિયા)

રાજકોટ, તા. કિશોર-યુવા વર્ગ ભવિષ્‍યનો આધાર ગણાય ભારતમાં આ પેઢી વ્‍યસનના માર્ગે વળીને ખોખલી બની રહી છે. આ કારણે દેશનું અને ધર્મક્ષેત્રનું ભાવિ પણ જોખમમાં આવી શકે છે. યુવા-કિશોર પેઢીને વ્‍યસનથી મુકત કરીને આધ્‍યાત્‍મિક-સાધનાના માર્ગે લાવવી જરૂરી છે.

આ શબ્‍દો પૂ. સદ્‌ગુરૂ દેવ પૂ.પારસમુનિ મહારાજ સાહેબના છે. આધ્‍યાત્‍મિક સાધનાની ઊંડાઇએ અને ચિંતનની ઊંચાઇ એ બિરાજતા પૂ.પારસમુનિજી આજે ‘અકિલા'ના આંગણે પધાર્યા હતા. તેઓ શ્રીએ દિવ્‍યવાણીનો પ્રવાહ વહાવીને રાષ્‍ટ્રથી માંડીને આધ્‍યાત્‍મિકક્ષેત્રની ઊંડાણથી વાતો કરી હતી.

પૂ. ગુરુદેવે કહયું હતું કે, વ્‍યસનના કારણે માણસ ખોખલો બની રહયો છે. અમે વિહાર દરમિયાન અનેક વ્‍યસની ઓને જોયા છે. ખુદ તો બરબાદ થાય છે.  પરિવારને પણ બરબાદ કરે છે.  સમાજ વ્‍યસનમુકત બને તે દિશામાં ધર્મ ગુરુઓએ અને સરકારે નિર્ણાયક બનવું જોઇએ. વ્‍યસનથી ધર્મને પણ ખૂબ જ નુકસાન થઇ રહયું છે. ભવિષ્‍યમાં ધર્મના અસ્‍તિત્‍વને ખતરો પણ ગણી શકાય. વ્‍યસન અને મોબાઇલના લગાવથી આપણી મૂળ પરંપરા સાધના અને આરાધના

ચુકી જવાય છે. આ બાબત સોૈથી મોટી નુકસાની ગણાય.

વર્તમાન સમય અંગે પૂ. ગુરુદેવે જણાવ્‍યું  હતું કે, ગ્રહદશા જોતા ઓગસ્‍ટ મહિના સુધી

વૈશ્વિક અશાંતિ રહી શકે છે. આ સ્‍થિતિમાં ભારત આર્થિક સધ્‍ધર બનીને ઉભરી શકે છે. ભાજપનો શાંતિ માર્ગ અને વૈશ્વિક મિત્રતાનો ભાવ દેશમાં આધ્‍યાત્‍મીક ઉન્નતી કરી શકે છે. આ માટે યુવા પેઢીને સજ્જ કરવી પશે. ભારતના પડોશી દેશો દ્વારા અશાંતિ અંગે ગુરૂદેવે જણાવ્‍યું હતું કે દુશ્‍મનો તથા પડકારો વચ્‍ચે રહીને જ માણસ કે દેશ મજબુત બનવા પ્રેરાય છે.

પૂ. ગુરૂદેવે જણાવ્‍યું હતું કે વૈશ્વિક અશાંત માહોલમાં દરેક માણસે આંતરીક શાંતિ પ્રાપ્ત કરવા ઓમકારના પ્રયોગો કરવા જોઇએ રાત્રે સુતા પહેલા અને સવારે ઉઠતા સાથે ડીપ બ્રિધિંગ સાથે ર૧ વખત ઓમકાર કરવા જરૂરી છે.

પૂ. ગુરૂદેવે કહયું હતું કે અમદાવાદમાં થયેલી વિમાની દુર્ઘટના જૈન ધર્મ પ્રમાણે સામુદાયીક કર્મના ઉદયનું પરીણામ હોઇ શકે છે.

કાલે જૈન ભોજનાલયનું ઉદઘાટન

ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. શ્રી ગિરિશચંદ્રજી સ્‍વામીનાં સુશિષ્‍ય ગુજરાત રત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજ્‍ય શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્‍ય સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી સમસ્‍ત જૈન સમાજના જનકલ્‍યાણ અર્થે રાજકોટ શહેર મધ્‍યે જૈન ભોજનાલય - રાજકોટ નો પ્રારંભ તારીખ ૫/૨/૨૦૨૩ ના રોજ જૈન સંકલ્‍પ ટ્રસ્‍ટ દ્વારા સેન્‍ટ્રલ બસ સ્‍ટેન્‍ડમાં ઉપર બીજા માળે કરવામાં આવ્‍યો હતો. જેને અઢી વર્ષનો સમય વ્‍યતિત થયો. સમગ્ર જૈન સમાજનાં અતૂટ વિશ્વાસ અને સાથ સહકારથી ૪,૫૭,૫૬૫ થી વધુ સાધર્મિકો એ અઢી વર્ષમાં જૈન ભોજનાલય માં ભોજનનો લાભ લીધો. જૈન સંકલ્‍પ ટ્રસ્‍ટ સાથે હવે જીવો ટ્રસ્‍ટ પણ કાર્યરત છે.

સમગ્ર સૌરાષ્‍ટ્રમાં સૌથી મોટાં જૈન ભોજનાલયનો સૌરાષ્‍ટ્ર, હાલાર, સોરઠ, ગોહિલવાડ, ભાલકાંઠા, ઝાલાવાડ, કચ્‍છ આદિ પંથકોના પથિકો જે રાજકોટ શહેરમાં આવે ત્‍યારે તે જૈન શ્રાવક, શ્રાવિકાઓ શુદ્ધ સાત્‍વિક ભોજન પામી અમીનો ઓડકાર લે છે.

૧૫૦૦૦ કે તેથી ઓછી આવક ધરાવતાં નવનાત વણિક જૈન સાધર્મિક બંધુઓ માટે માત્ર રૂપિયા ૧૦ ના ટોકનદરે ભોજન/ટિફિન અપાય છે. ચાતુર્માસ કે પર્યુષણ મહાપર્વ દરમ્‍યાન ચૌવિહાર કરતાં હોય તેવા અનેક ધર્મપ્રેમીઓ પણ જૈન ભોજનાલય રાજકોટમાં લાભ લઈ રહ્યા છે. જેથી રાત્રિભોજનનાં પાપ દોષથી બચી રહ્યા છે.

ગોંડલ સંપ્રદાયનાં ગુજરાત રત્‍ન પૂ. સુશાંતમુનિ મ.સા., સદગુરુદેવ પૂ. પારસમુનિ મ.સા., શ્રી પંથકમુનિ મ.સા. તથા ગોંડલ સંપ્રદાય એવં સંઘાણી સંપ્રદાયનાં મહાસતીજી વળંદનાં સાનિધ્‍યમાં જૈન ભોજનાલય નાં નૂતન સ્‍થાનનું દ્વારોદઘાટન જૈન શ્રેષ્ઠીવર્ય શ્રી જીતુભાઈ બેનાણી, રિનાબેન બેનાણીનાં વરદ્‌ હસ્‍તે તારીખ ૨૨/૬/૨૫ ને રવિવારે સવારે ૯ કલાકે જૈન ભોજનાલય - રાજકોટ C/o અમળતપ્રભા ગોવિંદભાઈ કામદાર આયંબિલ ભવન, એચડીએફસી બેંકની બાજુમાં, હોટલ જયસન સામે, લીમડા ચોકની બાજુમાં, તાલુકા શાળા રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.(૬.૧૮)

(2:31 PM IST)