News of Saturday, 21st June 2025
બ્રાઝીલમાં હોટ એર બલૂન ક્રેશ થતા અગનગોળો બન્યું : 8 લોકો જીવતા ભૂંજાયા : આગમાં લપેટાયેલા યાત્રીઓનો જુઓ વીડિયો
હોટ એર બલૂન ત્યારબાદ તે પ્રેયા ગ્રાન્ડે શહેરમાં ક્રેશ થયું:દુર્ઘટનામાં 13 લોકો બચી ગયા

NOW - Hot air balloon crashed in Praia Grande, Brazil.pic.twitter.com/a0BveukfAU
— Disclose.tv (@disclosetv) June 21, 2025
બ્રાઝિલના દક્ષિણ રાજ્ય સાન્ટા કેટરીનામાં શનિવારે 21 મુસાફરોને લઈ જતા હોટ એર બલૂનમાં આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે.
સ્થાનિક ફાયર બ્રિગેટ વિભાગે આપેલી માહિતી પ્રમાણે પર્યટન ઉદ્દેશથી માટે ચલાવવામાં આવતા હોટ એર બલૂનમાં સવારે ઉડ્ડયન દરમિયાન આગ લાગી ગઈ હતી.
આ હોટ એર બલૂન ત્યારબાદ તે પ્રેયા ગ્રાન્ડે શહેરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 13 લોકો બચી ગયા હતા અને આઠ લોકોના મોત થયા હતા.
સ્થાનિક ગવર્નર જોર્ગિન્હો મેલોએ જણાવ્યું હતું કે બચાવ ટીમો ઘટનાસ્થળે અન્ય લોકોને શોધી રહી છે. અમે સૌ આ ઘટનાને લઈ ખૂબ જ આઘાતજનક સ્થિતિમાં છીએ. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે 13 બચી ગયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
