હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

રાજકોટ: મૂળ વીંછીયા ગામના વતની અને હાલ દુબઈ ખાતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.) તરીકે કાર્યરત શૈલેષભાઈ જસાણી (ઉંમર વર્ષ ૫૬)નું તા. ૧૮મી જૂનના રોજ દુબઈ ખાતે દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી જસાણી પરિવાર અને તેમના સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સ્વર્ગસ્થ શૈલેષભાઈ જસાણી ઠા. સ્વ. કાંતિલાલ ચુનીલાલ જસાણી (વીંછીયા)ના પુત્ર હતા. તેઓ ભૌમિકભાઈ અને ધ્રુમિનભાઈના પિતા, તેમજ બીપીનભાઈ, હિતેશભાઈ, રાજુભાઈ, નીતાબેન શૈલેષકુમાર સોમછાત્રા (અમદાવાદ) અને પ્રદિપભાઈના ભાઈ હતા. તેઓ સ્વ. કાંતિભાઈ વેલજીભાઈ સોમછાત્રા (અમદાવાદ)ના જમાઈ થતા હતા.
સદગત શૈલેષભાઈનું ઉઠમણું અને પિયર પક્ષની સાદડી સોમવારે, તા. ૨૩મી જૂન, ૨૦૨૫ ના રોજ સાંજે ૫ થી ૭ વાગ્યા દરમિયાન સિંધુ ભવન, પહેલો માળ, સિંધુભવન રોડ, બોડકદેવ, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.
વધુમાં, વીંછીયા ખાતે ગુરુવારે, તા. ૨૬મી જૂન, ૨૦૨૫ ના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા દરમિયાન રેવાણીયા રોડ ઉપર આવેલ શ્રી ભદ્રેશ્વર મહાદેવ મંદિર (મોટી મઢી) ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ૐ શાંતિ...
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM