<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

આંધ્ર પ્રદેશમાં ટીનેજર પર ૧૪ જણ દ્વારા બે વર્ષ સુધી બળાત્‍કાર

અત્‍યારે ૧૫ વર્ષની થયેલી આ સગીરાને હવે ૮ મહિનાનો ગર્ભ

હૈદ્રાબાદ,તા.૨૩: આંધ્ર પ્રદેશમાં દસમા ધોરણમાં ભણતી ૧૫ વર્ષની એક ટીનેજર પર ૧૪ જણ દ્વારા બે વર્ષ સુધી સતત બળાત્‍કાર કરવામાં આવ્‍યો હોવાની ઘટના બહાર આવી છે, આ ટીનેજર અત્‍યારે ગર્ભવતી છે એવી જાણ થતાં તેને હોસ્‍પિટલમાં એડ્‍મિટ કરવામાં આવી છે. તેને ૮ મહિનાનો ગર્ભ છે એવું જાણવા મળ્‍યું છે.

આ ટીનેજર આઠમા ધોરણમાં હતી ત્‍યારથી તેનું જાતીય શોષણ શરૂ થયું હતું અને બે મહિના પહેલાં સુધી તે સ્‍કૂલ જતી હતી. પોતાની મમ્‍મી સાથે રહેતી આ ટીનેજરને આરોપીઓ દ્વારા ધમકાવી રાખવામાં આવી હતી અને તેને બ્‍લૅકમેઇલ પણ કરવામાં આવતી હતી. પોલીસે આ કેસમાં એક સગીર સહિત ૧૭ જણની ધરપકડ કરી છે. (૪૦.૧૨)

(9:58 AM IST)