હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રેમનું એવું ભૂત ચડયું કે સંબંધો ભુલી જવાયાઃ મહિલાએ પતિની સામે ભત્રીજા સાથે કર્યા લગ્ન
કાકી-ભત્રિજાની અનોખી લવ સ્ટોરી

જમુઈ,તા.૨૩: ઘરેથી ભાગીને ૫ દિવસ પછી પાછી ફરેલી કાકીએ ગામના જ મંદિરમાં લગ્ન કરી લીધા છે. બંનેના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. ભત્રીજા સાથે લગ્ન કરતા કાકી આયુષી કુમારીનું નિવેદન ભારે ચર્ચામાં છે. આયુષીએ જણાવ્યું કે, બંને વચ્ચે બે વર્ષથી -ેમ સંબંધ હતો. આયુષીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ભત્રીજાને પોતાનો પતિ ગણાવી રહી છે. ભત્રીજા સાથે લગ્ન કરવાના કારણને લઈને તેણે ખુલાસો કર્યો.
જમુઈ જિલ્લાના નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સિકરિયા ગામમાં ૨૪ વર્ષીય આયુષી કુમારી પોતાના પતિ અને બાળકને છોડીને પ્રેમી ભત્રીજા સાથે લગ્ન કરી લીધા. ગામના મંદિરમાં જ ભત્રીજાએ કાકીની માંગમાં સિંદૂર ભર્યું. જાણકારી અનુસાર ૨૦૨૧માં આયુષીના લગ્ન વિશાલ કુમાર સાથે થયા હતા. તેને ત્રણ વર્ષની એક દીકરી પણ છે. એક વર્ષથી આયુષીનું અફેર પડોશમાં રહેતા તેના પતિના ભત્રીજા સાથે ચાલી રહ્યું હતું.
પડોશમાં રહેવાથી આયુષી અને સચિન નજીક આવ્યાં હતા. સચિન પોતાના કાકાના ઘરે અવરજવર કરતો હતો. પછી બંને વચ્ચે મોબાઇલ પર વાતો થવા લાગી. વાતચીત દરમિયાન કાકી અને ભત્રીજો એક બીજાની એટલા નજીક આવી ગયા કે ઘરમાં વિવાદ થવા લાગ્યો. આ સંબંધના કારણે આયુષીનો પતિ નારાજ રહેતો હતો. આયુષીના પતિને આ સંબંધ મંજૂર નહોતો. જ્યારે તેણે વિરોધ કર્યો તો આયુષીએ ભત્રીજા પ્રેમી સાથે આગળની જિંદગી જીવવાનું નક્કી કરી લીધું.
કેસ પોલીસ સ્ટેશનથી કોર્ટ સુધી પહોંચ્યો. આ વચ્ચે, ગત રવિવારે બંને ઘરેથી ભાગી ગયા હતા. જેની જાણ પોલીસને પણ કરવામાં આવી. છૂટાછેડાની પ્રક્રિયા પૂરી થાય તે પહેલા જ ઘરેથી ભાગીને પાંચ દિવસ બાદ પાછી આવેલી કાકીએ પ્રેમી ભત્રીજા સાથે ગામના જ મંદિરમાં લગ્ન કરી લીધા.
આયુષી કુમારીએ જણાવ્યું કે, પ્રેમ તો ગમે ત્યારે થઈ જાય છે. મોબાઇલ, ઘર કનેક્શન, બધું જ હતું. ઘરની પાસે રહેતો સચિન જ મારો પતિ છે. મારી દીકરી પોતાના પિતા સાથે રહેશે. પતિ ત્રાસ આપતો હતો. જેથી તેને સચિન સાથે પ્રેમ થઈ ગયો... મેં મારા પતિને છોડી દીધો છે. કોઈ મન-દુઃખ નથી. આગળની જિંદગી સચિન સાથે પસાર કરીશ. દરેક મહિલા એક સરખી નથી હોતી. મારી સાથે અત્યાચાર કર્યો. અત્યાચાર વગર કોઈને કોઈ સાથે પ્રેમ નથી થતો. કોર્ટમાં બધું લખેલું છે. મારા પહેલા લગ્ન ૨૦૨૧માં થયા હતા.
જ્યારે પ્રેમી સચિને જણાવ્યું કે, બંને વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. જેની સાથે લગ્ન કર્યા, તે સંબંધમાં તેની કાકી છે. અમે બંને લગ્નથી ખુશ છીએ. બીજી બાજુ આયુષીના પતિ વિશાલનું કહેવું છે કે, પ્રેમ પ્રસંગનો વિરોધ કર્યા પછી પણ પત્ની માની નહીં. પોલીસમાં પણ તેની ફરિયાદ કરી હતી. પત્ની ન માનતા છૂટાછેડા માટે અરજી કરી પરંતુ તે પહેલા જ ઘરેથી ભાગીને આયુષીએ લગ્ન કરી લીધા. હવે તેની જ્યાં રહે ત્યાં તેની મરજી, ભવિષ્યમાં તેને બીજીવાર અપનાવશે નહીં. (૪૦.૩)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
