હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વહેતા ઝરણા અને રસ્તા પર વાદળોની પથરાયેલી ચાદરઃ માઉન્ટ આબુનો ખુશનુમા નજારો
માઉન્ટ આબુમાં છેલ્લા બે-ત્રણ દિવસથી થઈ રહેલા સતત વરસાદે હવામાનને ખૂબ જ આનંદદાયક બનાવી દીધું

આબુ,તા.૨૩: માઉન્ટ આબુમાં છેલ્લા બે-ત્રણ દિવસથી થઈ રહેલા સતત વરસાદે હવામાનને ખૂબ જ આનંદદાયક બનાવી દીધું છે, જેના કારણે પヘમિ રાજસ્થાનનું આ એકમાત્ર હિલ સ્ટેશન પર્યટકો માટે વધુ આકર્ષક બન્યું છે. નક્કી લેક પર પર્યટકો નૌકાવિહાર અને ફવારાનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ કુદરતી ઝરણાં પણ વહેવા લાગ્યા છે, જે પર્યટકોને ખૂબ લુભાવી રહ્યા છે.
સનસેટ પોઈન્ટ અને માઉન્ટ આબુની ખીણોમાં રસ્તાઓ પર છવાયેલા વાદળો અને દિવસે પણ લાઈટ ચાલુ રહેવાની સ્થિતિ પર્યટકો માટે અનોખો નજારો રજૂ કરી રહી છે. જોકે, ચોમાસાની સાથે હોટલના ભાવમાં ત્રણ ગણો વધારો થવાથી કેટલાક પર્યટકોના ખિસ્સા પર અસર પડી છે.પર્યટકોનો ઉત્સાહ જોતાં માઉન્ટ આબુ સંપૂર્ણ રીતે ગુંજી ઉઠ્યું છે.
નોંધનીય છે કે, ચોમાસાની ઋતુમાં માઉન્ટ આબુમાં પ્રકળતિ સોળે કાળે ખીલી ઉઠે છે અને ઠેર-ઠેર ઝરણા જીવંત થાય છે. બીજી બાજુ, પહાડો વચ્ચેથી પસાર થતાં વાદળો પ્રવાસીઓને લુભાવતા હોય છે. આ સિઝન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુની મુલાકાત લેતા હોય છે.
કુદરતી ઝરણાં પણ વહેવા લાગ્યા છે, જે પર્યટકોને ખૂબ લુભાવી રહ્યા છે.સતત વરસાદે હવામાનને ખૂબ જ આનંદદાયક બનાવી દીધું છે.ચોમાસાની ઋતુમાં માઉન્ટ આબુમાં પ્રકળતિ સોળે કાળે ખીલી ઉઠે છે.(૪૦.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
